________________
પરંપરામાં કર્મવાદ પર અત્યંત સૂક્ષ્મ, સુવ્યવસ્થિત અને ખૂબ જ વિસ્તૃત વિવેચના કરેલ છે. તે કર્મશાસ્ત્ર કર્મગ્રંથ'ના નામથી સુપ્રસિદ્ધ છે.
કર્મની સત્તા સ્વીકારવા પર તેના ફળ સ્વરૂપ પરલોક અથવા પુર્નજન્મની સત્તા પણ સ્વીકારવી જોઈએ. જે કર્મોનું ફળ વર્તમાનમાં નથી મળતું તે કર્મોને ભોગવવા માટે પુર્નજન્મ માનવો આવશ્યક છે. કર્મવાદીઓએ પુર્નજન્મની સત્તા સ્વીકારી છે.
શ્રી સૂયડાંગ સૂત્ર' ૧/૭/૪માં પણ કહે છે કે, આલોકમાં કે પરલોકમાં કર્મ પોતાનું ફળ આપે છે. તે એક જન્મમાં કે સેંકડો જન્મોમાં ફળ આપે છે.
ભારતના બધા જ દાર્શનિકોએ જ નહીં પરંતુ પાશ્ચાત્ય વિચારકોએ પણ પુર્નજન્મના સંબંધમાં પોતાના વિચારો દર્શાવ્યા છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'૩૩/૧માં ભગવાન મહાવીરે કહ્યું છે કે, કર્મ જન્મ મરણનું કારણ છે.
મહાભારત શાંતિશતક'-૨માં વ્યાસમુનિએ પણ દર્શાવ્યું છે કે, કર્મથી પ્રાણી બંધાય છે અને વિદ્યાથી તેની મુક્તિ થાય છે.
કર્મના કારણે આ વિશ્વની વિચિત્રતા જોવા મળે છે. કોઈ રાજા, કોઈ રંક, કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રોગી, કોઈ નિરોગી, આવી અનેક વિચિત્રતા પાછળ એક મહાસત્તા કાર્ય કરે છે અને તે મહાસત્તા છે- ‘કર્મનો સિદ્ધાંત'. કર્મ જ જન્મ મરણનું મૂળ છે. સંસાર પરિભ્રમણનું કારણ છે.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં કર્મસિદ્ધાંતના ગહન અને ગંભીર વિશ્લેષણને આગમિક કથાનકોના આધારે જેમ કે ઋષભ ભગવંત, વિક્રમ રાજા, ચંદનબાલા, શ્રેણિક રાજા વગેરેના દષ્ટાંતો દ્વારા સરળ રીતે પ્રતિપાદિત કર્યું છે. જે ઢાલ – ૨૦ પંકિત નંબર ૯૫ થી ૦૨ દ્વારા પ્રતીતિ કરાવે છે. શ્રી વિપાક સૂત્રનો સાર
આગમ સાહિત્યનાં બાર અંગમાં ‘વિપાક’નું અગિયારમું સ્થાન છે. આચાર્ય વીરસેને કર્મોના ઉદય અને ઉદીરણાને વિપાક કહેલ છે. આચાર્ય પૂજ્યપાદ અને આચાર્ય અકલંકદેવે લખ્યું છે કે વિશિષ્ટ અને વિવિધ પ્રકારના પાક (કર્મફલ)નું નામ “વિપાક' છે. કષાયોની તીવ્રતા, મંદતા આદિ રૂપ ભાવાશ્રવના ભેદથી વિશિષ્ટ પાકનું થયું તે “વિપાક' છે આચાર્ય અભયદેવ અને આચાર્ય હરિભદ્રે વૃત્તિમાં વિપાકનો અર્થ લખ્યો છે કે – પુણ્ય અને પાપ કર્મોનું ફળ, તે વિપાક છે. અને કથારૂપમાં તેનું પ્રતિપાદન કરનાર વિપાક સૂત્ર છે.
| ‘શ્રી સમવાયાંગ સૂત્ર' અનુસાર તેના સુખવિપાક રાને દુઃખવિપાક એમ બે વિભાગ છે. “શ્રી સ્થાનાંગ સૂત્રમાં વિપાક સૂત્રનું નામ “કર્મ વિપાક દશા' આપેલ છે.
આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભકર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુ:ખી અવસ્થા પ્રાપ્ત કરે છે. શ્રી વિપાક સૂત્રમાં આ બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે.