________________
શાંતિના સમયને કવિ ઋષભદાસની સર્જનશક્તિનું એક પ્રેરકબળ પણ ગણી શકાય.
ડૉ. જયંત કોઠારી સત્તરમા સૈકાના જૈનસાહિત્ય વિષે લખે છે કે, આ સમયમાં અનેક જૈન કવિઓ નામે નયસુંદર, સમયસુંદર આદિ મહાકવિઓ તેમ જ બીજા નાના કવિઓ અનેક થઈ ગયા છે અને આખો સત્તરમો સૈકો લઈશું તો પુષ્કળ મળી આવે તેમ છે. કવિના પૂર્વજો (વંશપરંપરા)
કવિની પોતાની વિવિધ કૃતિઓ જેમ કે, વ્રતવિચાર રાસ', “સ્થૂલિભદ્ર રાસ', જીવવિચાર રાસ’ વગેરે ઉપરથી જાણી શકાય છે કે જૈન ગુજરાતી ગૃહસ્થ કવિ ઋષભદાસ ખંભાતના વીસા પોરવાડ (પ્રાંગ્લંશીય) જૈન વણિક હતા. તેમના પિતામહ (દાદા)નું નામ “મહીરાજ' હતું. તેઓ વિસનગર (વીસનગર)ના વતની હતા. જે વિસલદેવ ચૌહાણે ઈ.સ. ૧૦૬૪માં વસાવ્યું હતું. નીચેની પંક્તિઓ ઉપરથી એમના પૂર્વ વિષે માહિતી મળે છે. જેમ કે,
જંબુદ્વીપ અનોપમ કહીઈ ભરત ખેત્ર ત્યાહા ણુ રે, દેસ ગુજર ત્યમાંહિ અતિ સારૂ, નગર વીસલ વખાણું રે સોય નગરમાંહિ વીર્વાહારી, નામ ભલે મહારાજ રે, પ્રાગવંશ વડો તે વીસો, કરતા ઉત્યમ કાજ રે.
- સ્થૂલિભદ્ર રાસ તેવી જ રીતે કવિ આગળ પોતાના પિતામહ મહીરાજ વિષે વિશેષમાં જણાવે છે કે,
સંઘવી શ્રી મહિરાજ વખાણું, પ્રાગવંશ વડ વીસોજી, સમકત સીલ સદાશ(ય) કહીઈ, પૂણ્ય કરે નિસ દીસોજી.
- જીવવિચાર રાસ. સં. ૧૬૭૬. પ્રાગવંસિ વડો સાહ મહારાજ જે, સંઘવી તિલક સિરિ સોય ધરતો, શ્રી શેત્રુજ્ય ગિરનાર ગિરિ આબૂએ, પુણ્ય જાણી બહુ યાત્રા કરતો.
- ક્ષેત્રસમાસ રાસ સં. ૧૬૭૮ શ્રાવક તેહનો પ્રાગવંસિં વડો, નામ મહિરાજ સંઘવી જ કહીઈ દાન નઈં શીલ તપ ભાવના ભાવતાં, સમકિત શીલવ્રતધાર લહીઈ.
- નવતત્ત્વરાસ સં. ૧૬૭૬ આ ઉપરથી જણાય છે કે એમની મૂળ અટક શાહ હશે. કવિના દાદા શ્રી વિજયાનંદસૂરિના શ્રાવક હતા અને જૈનધર્મ પ્રત્યે ઘણી રુચિ ધરાવતા હતા. સંઘ કઢાવી સંઘવી – સંઘપતિ થયા હતા અને તેમણે શત્રુંજય, ગિરનાર, આબુ વગેરેની જાત્રાઓ પણ કરી હતી. તેઓ હંમેશાં જિનપૂજા કરનાર, શ્રાવકના બાર વ્રતધારી, પ્રતિક્રમણ, પૌષધાદિ કરનાર, દયા અને ધર્મનાનુરાગી જિનશાસનનાં કાર્યો કરનાર ચુસ્ત શ્રાવક હતા. કવિના માતા-પિતા
ઋષભદાસ કવિની કૃતિઓ જોતાં જાણ થાય છે કે કવિના પિતાનું નામ સાંગણ હતું. પ્રથમ
?
જ
છે