________________
દૂહા | માહારૂ હારૂ મમ કરો, કયુ ગહઈન વીચાર /
આગઈ નરવર રાજીઆ, છડુિં પામ્યા પાર //૮૦ // કડી નંબર ૮૦માં કવિએ મમત્વ ભાવને છોડવાનો ઉપદેશ આપ્યો છે. આગળ પણ મહાન પુરુષો પરિગ્રહને છોડીને પાર પામ્યા હતા એ વાત દર્શાવે છે.
મારું મારું કરો નહિ પણ ગહન ચિંતન કરીને વિચારો. આગળ રાજા જેવા રાજાઓ પણ બધું છોડીને પાર પામ્યા છે.
ઢાલ || ૬૧ | દેસી. નવરંગ વઇરાગી લાલ // રાગ. હુસેની / ઋષભ અજીત સંભવ જિના, અભિનંદન જગી જેહ / રીય રમણી સુખ સો વલી, નર છડી ચાલ્યા તેહ રે II૮૧ // ધન ડઇ તે જગી સાર, વિણ મુકિ ન લચ્છ પાર રે ધન છડઇ તે જગી સાર | આંચલી. સુમતિનાથ જિન પંચમો જસ ઘરિ રિધિ અપાર / પદ્મપ્રભ ધન તે તજી, જેણઈ લિધો સંયમ ભાર રે //૮ર // ધન. સુપાસ જિનેસ્વર સાતમો, કનક તણી ઘરિ કોડશે / ચંદ્રપ્રભ સુવધી જિના, ઋધ્ય ચાલ્યા તે જગિ છોડ્ય રે //૮૩ // ધન. સીતલ જિન શ્રેસ, નિ, વાસપૂજ્ય જિનરાય, ચંપાનગરીનો ધણી, ધન છડી મુનીવર થાય રે / ૮૪ // ધન. કચંપલ પૂરનો રાજીઓ, વિમલનાથ જિનદેવ / અનંત ધર્મ અરીહા વલી, રીધ્ય છડઇ સો તતખેવ રે //૮૫ // ધન. સાંતિનાથ જિન સોલમો, કુથનાથ અરનાથ, મલિવ મીથલા તજી, ભાઈ એ જગહાં વીખ્યાત રે //૮૬ // ધન. મુનીસુવ્રત જિન વીસમો, રાજગ્રહીનો રાય, નમીનાથ નેમીસ્વરૂ જગિ, સુર જેહના ગુણ ગાય રે //૮૭ // ધન. પાસ જિનેસ્વર પૂજીઇ, વરધમાન જિન જોય /
દોય વરસ આગ્રહઈ રહ્યું, નરસીહ સમો જગિ સોય રે //૮૮ // ધન. ઢાલ – ૬૧ કડી નંબર ૮૧થી ૮૮માં કવિ ચોવીસ તીર્થંકરોનાં નામ લઈને કહે છે કે, આવા મહાન લોકો પણ આખરે તો પરિગ્રહ મૂકીને જાય છે. તો આપણે શા માટે મારું મારું કરતા વળગી રહેવું? આમ હૃદયવેધક ઉપદેશ આપ્યો છે.
- ૧૭૭૬