________________
કડી નંબર ૭૧થી ૭૪માં કવિએ એક બીજી સમસ્યા આપી છે. આ સમસ્યા પણ અતિગૂઢ છે. તેમ જ આ સમસ્યામાં પરિગ્રહરૂપી લક્ષ્મીને છોડવાની વાત કરી છે, તેમ જ લક્ષ્મીરૂપી નારી સાથે જે સ્નેહ રાખે છે તે નર દુઃખ પામે છે. આ સમસ્યાનો સાર છે. આમ ભાવાર્થ ઉપરથી તેનો ઉત્તર “લક્ષ્મી’ આવી શકે. તે છતાં સ્પષ્ટતા થતી નથી.
ઢાલા ૬૦ || દેસી. નંદન કુ ત્રીસલા હુલગાવઈ // રાગ. અસાઓરી // માહાર માહારૂ મ ક તુ કંતા, કંતા ગુણવંતા રે / નાભીરાયા કુલિ ઋષભ જિગંદા, ચાલ્યા તે ભગવંતા રે ||૭૫ // હારૂ સ્વારૂ મ કર્યું તે કંતા / આંચલી. ભરત નવાણું ભાઈ સાથિં, વાસદેવ બલદેવા રે / કાલે સોય સમેટી ચાલ્યા, સુર કરતા જસ સેવા રે //૭૬ // હારૂ. ભરથ ભભીષણ હરી હનમંતા, કર્ણ સરીખા કેતા રે, પાંડવ પંચ કોરવ સો સુતા, બર્ક વહેતા જેતા રે //૭૭ // હારૂ. નલકુબર ના રા હરીચંદા, હઠીઆ સોપણિ હાલ્યા રે રાવણ રાંમ સરીખા સુરા, કાલે સો નર ચાલ્યા રે ||૭૮ // હારૂ. દશાનભદ્ર રાઈ વીક્રમ સરીખા, સકલ લોક શરિ રાંણારે /
સગરતણા સુત સાઠિ હજારઈ, સો પણિ ભોમિ સમાણા રે //૭૯ // હાર. ઢાલ - ૬૦ કડી નંબર ૭૫થી ૭૯માં કવિએ મહાન વિભૂતિઓનાં નામ ગણાવ્યાં છે, કે તેમના જેવાને પણ આખરે તો પરિગ્રહ પડતો મૂકીને જવું પડ્યું છે.
હે વહાલા ગુણીજનો! ગુણવાન થઈને તમે મારું મારું ન કરો. અહીં કવિ પરિગ્રહ છોડીને ચાલ્યા ગયા છે એવા મહાન વિભૂતિઓનાં નામ દર્શાવતાં કહે છે કે, જેમ કે નાભિ રાજાના કુળમાં ઋષભ ભગવાન થયા હતા પરંતુ ભગવંત જેવાં ભગવંત પણ ચાલ્યા ગયા. માટે હે ગુણીજન! તું મારું મારું કર નહિ.
આગળ કહે છે કે, ભરત ચક્રવર્તી નવાણું ભાઈ સાથે તેમ જ વાસુદેવ, બળદેવ વગેરે બધા કાળક્રમે ચાલ્યા ગયા છે અને દેવતાઓ તેમની સેવા કરે છે. વળી આ ભરતક્ષેત્રમાં વિભીષણ, રામ, હનુમાન તો કર્ણ જેવા કેટલાય તેમ જ પાંચ પાંડવ, સો કૌરવ વગેરે ટેક પાળીને ચાલ્યા ગયા છે. તો વળી નળ, કુબેર તેમ જ હરિશ્ચંદ્ર જેવા હઠીલા રાજા પણ ચાલ્યા ગયા છે. રામ તેમ જ રાવણ જેવા બળવાન પણ સમય પૂરો થતાં ચાલી નીકળ્યા છે. તેવી જ રીતે વિક્રમ રાજા જેવા અને દશાણભદ્ર રાજા કે જેમની પ્રશંસા સકળલોકમાં હતી, તો વળી સગર રાજાના સાઠ હજાર પુત્રો પણ ભૂમિમાં સમાઈ ગયા છે.