________________
સુભમરાય ચક્રી આઠમો, તે નર સબલો લોભી હવો /
ત્રીસ્સાનો નવિ આપ્યું છે, તો દૂખ પામ્યું નરગિં તેહ //છO // ઢાલ - ૫૯ કડી નંબર ૬૨થી 90માં કવિએ પાંચમા પરિગ્રહ પરિમાણ નામે અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. પરિગ્રહ કેવો અનર્થકારી છે તેમ જ લોભવશ થઈને પરિગ્રહ માટે મહાન એવા લોકો પણ ભયંકર કામ કરી ગયાં તેના સદષ્ટાંતો આલેખ્યાં છે.
કવિ પરિગ્રહનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, પાંચમા વ્રતમાં ચોખ્ખું ધ્યાન રાખીને બધી વસ્તુનું પ્રમાણ, માપ કરવું. અતિ તૃષ્ણા અને લોભ મનથી મૂકવાં કે જેનાથી ઘણા લોકો ક્ષોભ પામ્યા છે.
કવિ જગમાં વધુ લોભ કરી દુઃખી થયા હોય તેમનાં દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કે નવે નંદ કૃપણ થયા, વળી મમણ શેઠ ધન મૂકીને મર્યા અને સાગર શેઠ સાગરમાં મૃત્યુ પામ્યા. કારણ કે આ બધા જગમાં ઘણા લોભી થયા હતા. ધન ભેગું કરવું એ મોટું પાપ છે. પરભવમાં ઉપર ફણીધર સાપ થઈશ. વળી પેટે ઘસીને ચાલવું પડશે અને મનમાં સંપત્તિનો સંતાપ કરવો પડશે. માટે આવા ધનની ઉપર મૂછ શા માટે રાખવી? ઉમંગપૂર્વક મનથી ખાઓ અને ખર્ચો. કારણ કે ધન અને યૌવન પીપળાના પાન જેવાં નશ્વર છે તેમ જ હાથીના કાન જેવાં ચંચળ હોય છે. માટે તમે ચેતો ધન પર મૂછ રાખો નહિ અને આત્મામાંથી અતિ તૃષ્ણાને છોડો. કારણ કે આગળ પણ ઘણા અનર્થ થયા છે તેનું કારણ પરિગ્રહ જ છે.
અહીં કવિ આગમિક દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ ભારત અને બાહુબલીએ યુદ્ધ કર્યું તો તેમની અપકીર્તિ ફેલાણી. તો વળી પોતાના ઘરનું સૂત્ર લઈ લેશે તે માટે કનકરથ રાજાએ પોતાના પુત્રને માર્યો. લોભ માટે સૂર્યપૂરકુમારે પોતાના પિતાને માર્યા અને રત્નનો હાર લીધો અને આમ બીજો કોઈ વિચાર કર્યો નહિ. વળી શ્રેણિક મહારાજ જેવા રાજા પણ પરિગ્રહથી દુ:ખ પામ્યા. તેમનો પુત્ર કોણિક લોભી થયો અને પિતાને મારીને નરકમાં ગયો. વળી આઠમો ચક્રવર્તી સુભૂમરાય પણ ઘણો લોભી થયો. તૃષ્ણાનો અંત કર્યો નહિ કે જેથી નરકમાં દુ:ખ પામ્યો.
શમશા || ચોપાઈ | સુરપતિ વાહન કેરો સ્તુત્ર, તાશ શામ્યની કેરો પૂત્ર / તાસ પીતા મસ્તગિ જે રહઈ, કુણથી સોય કલંક જ લહઈ //૦૧// તાસ રિપૂનો ઠાંમ જ કહઈ, તાસ ધરીનિં કુણ જગિ રહઈ | તેહનો કુ ઝાલઈ જગી ભાર, તાસ રીપૂ ઠાકર કીરતાર //૭ર // તેહની નારી સાંથિ નેહ, જાતો દૂખ પાંમાં નર તેહ / જેણઇ ખાધી ખરચી હોલાશ, તે નર વશીઆ સુભ ગતિ વાશ //૦૩ // માહરૂ માહાર કરતા જેહ, પણિ ધન મુકી ચાલ્યા તેહ / પરિગ્રહઈ માટઇ થીર નવી રહ્યા, ધન પાષઈ નર કો નવી ગયા //૭૪ //
=
+૧૭૫