SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વીરો જોઈને તેમને માતા, પુત્રી, બહેન સમાન સમજી સ્ત્રી સંબંધી કથાદિનો અનુરાગ છોડે છે, તે ત્રણે લોકોનો પૂજ્ય બ્રહ્મચર્ય મહાવ્રત છે. TIટા. ચિત્ર આદિ અચેતન, દેવી, મનુષ્યાણી, તિર્યંચાણી, આવી ચાર પ્રકાર સ્ત્રીને મન, વચન, કાયાથી જે સેવતા નથી તથા પ્રયત્ન મનથી ધ્યાનાદિમાં લાગી રહે છે. આ બ્રહ્મચર્ય વ્રત છે. - બ્રહ્મચર્યના વિષયમાં જૈન, વૈદિક અને બૌદ્ધ બધી જ પરંપરામાં પર્યાપ્ત ચિંતન થયું છે. ઋગ્વદમાં સંયમને બ્રહ્મચર્યની સિદ્ધિનું સાધન માન્યું છે. બ્રહ્મચર્યથી તેજ, ઘુતિ, સાહસ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ‘પાતંજલ યોગદર્શન’ ૨/૮માં લખ્યું છે કે, બ્રહ્મચર્યની પૂર્ણ સાધના કરવાથી અપૂર્વ માનસિક શાંતિ અને શરીરબળ પ્રાપ્ત થાય છે. મહાત્મા બુદ્ધે સાડત્રીસ મંગળ અથવા મંગળકારી કૃત્યો બતાવ્યાં છે, તેમાં બ્રહ્મચર્ય પણ એક છે. જૈનધર્મમાં બ્રહ્મચર્યને જગતના બધા મંગળોમાં ઉત્તમ મંગળ બતાવ્યું છે. જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને દેવ, દાનવ યક્ષ વગેરે બધા નમસ્કાર કરે છે. “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૨/૪માં “મ મગવંતે' કહીને બ્રહ્મચર્યને સર્વોત્તમ પદ આપ્યું છે. વળી ‘ગંમય રહિચમિ શરદચં વયમ સવં' અર્થાત્ જે બ્રહ્મચર્યની આરાધના કરી લે છે, તે બધા વ્રતોને આરાધી લે છે. તેમ જ બ્રહ્મચર્યને તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ, વિનયનું મૂળ બતાવ્યું છે. બત્રીસ ઉપમાઓથી બ્રહ્મચર્યને ઉપમિત કરી બધાં વ્રતોમાં ઉત્તમ વ્રત આખ્યાયિત કર્યું છે. આચાર્ય ભિક્ષુ “શીલ કી નવાવાડ' ૧/૪માં દર્શાવે છે કે, ___ कोऽ केवली गुण करै, रसना संहस बणाय । तो ही ब्रह्मचर्यनां गुण घणा पूरा कह्या न जाय ॥ બ્રહ્મચર્ય : લક્ષણ અને પરિભાષા બ્રહ્મચર્ય' શબ્દ બ્રહ્મ અને ચર્ય બે શબ્દોના મેળથી બન્યો છે. બ્રહ્મનો અર્થ વેદ, આત્મા, પરમાત્મા, અંતઃકરણ વગેરે છે. ચર્ય એટલે ચરવું, રહેવું. સ્થિત થવું. વાચસ્પત્યમ્' ખંડ ૬ - મૃ. ૪૫૯૩માં બ્રહ્મચર્યને પરિભાષિત કરતા કહ્યું છે કે, ब्रह्मणे वेद ग्रहणार्थ चर्या ब्रह्मचर्यम् अथवा ब्रह्मचर्यं गुप्तेन्द्रियस्य उपस्थस्य संयमः। અર્થાત્ : બ્રહ્મમાં વેદ (જ્ઞાન) ને ગ્રહણ કરવાની ચર્ચા બ્રહ્મચર્ય છે. અથવા ગુસેન્દ્રિય અને ઉપસ્થ સંયમનું નામ બ્રહ્મચર્ય છે. ‘શાંડિલ્યોપનિષદ્ ૧/૧૩માં બધી જ અવસ્થાઓમાં મન, વચન, કાયાથી મૈથુનના ત્યાગને બ્રહ્મચર્ય કહ્યું છે. મહાભારતમાં શાંતિપર્વ અ - ૧૧૪માં સ્પર્શ, રસ, શબ્દ, રૂપ અને મનના સંયમને બ્રહ્મચર્ય બતાવ્યું છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy