________________
મહોપોત પડીલેહઈ જેહ, જીવ અસંખ્યા હણતો તેહ / તોહઈ ભલો જિન ભાખઈ તાસ, વણ પડિલેહેર્ણિ દૂરગતિ વાસ /૧૫ // એક ઘરિ બાંઠો વંદન કરઈ, એક ગુરુનિં સાહનો સંચરઈ / અદિક લાભ તુ તેહસિં કહઈ, યા ધર્મ તાહારો કિમ રહઈ //૧૬ // યુગલ પૂષનું સખું મનએક ઉહનું એક તાટુ અન / મુનીવરનિ વાઈરાવઈ દોય, કહઈ ફલ અદકું કહિં નિં દોય //૧૦// જે ફલ હોયિ સીતલ ધણી, તો પૂજા સહી મિં અવગુણી / ઉષ્ણ આહાર દીધઈ ફલ હોય, તો પ્રતિમા માંનો સહુ કોય //૧૮// ઊહુના આહાર તણો અવદાત, નર શંગમનિ સૂણજે વાત / ચીત વીત નિં મ્યુલીઉ પાત્ર, સાલિભદ્ર સકોમલ ગાત્ર //૧૯ // કો એક જંત જલમાંહિ પડ્યું, માહપૂર્ષની દ્રષ્ટિ ચઢ્યું / કઈ કાઢઇ કે મરવા દીઇ, વેગો બોલી વિમાસી હઈઇ //ર૦ // જલિ બુડતો કાઢઇ જેહ, જિવ અશંખ્યા હણતો તેહ / તોહઈ તે પર્ણિ કુર્ણાવંત, અમ્યુ વચન ભાખઈ ભગવંત //ર૧ // અણગલ પાંણી જે નર પીઇ, કુગતિપંથ તે નીસઇ લીઈ / ગલતાં ગલનુ ભીજઈ જસિ, જિવ અસંખ્યા વણસઈ તસિં //રર// જીવડ્યા કહઈ કિમ પાલીઇ, અદિક આગ્યના નર વાહલિઇ / જિનવચને તો પુજા થાય, માંની આગ્યના તેહ ક્યાય //ર૩ // તવ હસ મતનો બોલ્યુ ખેવ, એહ અચેતન દીસઈ દેવ / એ મુઝ નિં સુ કરસિ સૂખી, દેવ ખરો જે ચેતન મુખી //ર૪ // અનેક નહઈ ચાલઈ સીધાંતિ, કુમતિ તુઝ કીધી છઈ ભ્રાંતિ / સમઝી નિં કરજે એ કાતિ, અચેતન બઈસઈ ઊંચી પાંતિ //રપ// કંદમુલ કરિ મુદ્રા જાલિ, વસ્ત વહોરવા ચહટ ચાલિ / બહુ પદાર્થ તેહનિ આલિ, નાગ નગોદર માગે ઝાલિ //ર૬ // એ મુદ્રાના મહીમા થકી, માંગ્યુ આપઈ થઈઇ સુખી / કંદમુલથી લહીઈ ગાલિ, કડકો મારઈ તેહ કપાલિ //ર૭ //