SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ-૧૪ દૃઢપ્રહારી વધ પરીસો તે વીષમ ભણીજઇ, જે ખમસઇ નર સો થુણીજઇ । તાસ કીર્તિ નીત્ય કીજઈ. ।। ૩૯ | મારિ ન ચલ્યુ દ્રઢપ્રહારી, સમતા આણઇ સંયમધારી । તે નર મોક્ષદ્રૂઆરી ।। ૪૦ || ઉપરોક્ત કડીમાં કવિએ ‘દૃઢ પ્રહાસ’ દૃષ્ટાંત કથાનક આધારે સમજાવ્યું છે કે જે મુનિ મારનો પરીષહ સમતાથી સહન કરે છે, એવા સંયમધારી આત્મા મોક્ષ મેળવે છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. .. એક નગરમાં જીર્ણદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને યક્ષદત્ત નામનો ઉદ્ધત પુત્ર હતો. કાળે કરી યજ્ઞદત્તનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. તેથી તે નગરીની બહાર ચોર લોકોની પલ્લીમાં ગયો. ત્યાં પલ્લીપતિ ભીમે તેને પોતાનો પુત્ર કરીને રાખ્યો. તે કોઈ પણ પ્રાણી ઉપર અચૂક પ્રહાર કરી મારી શકતો, આથી તેનું નામ દૃઢપ્રહારી પડી ગયું. પલ્લીપતિ ભીમના અવસાન થતાં દૃઢપ્રહારી પલ્લીપતિ બની ગયો. એક દિવસ તે કુશસ્થળ નામનું ગામ લૂંટવા ગયો. લૂંટ ચલાવતાં તેણે બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી હતી. આમ એક સામટી ચાર મહાહત્યાઓ કરવાથી તેનું હૃદય દ્રવી ઊઠ્યું. ત્યાં તેણે સાધુઓને જોયા. તેઓને વંદન કરી દઢપ્રહારી કહેવા લાગ્યો કે, ‘‘મહાત્મા મને બચાવો, મને દીક્ષા આપો''. ગુરુએ તેને સંસારથી વિરક્ત જાણી સંયમ આપ્યું. દૃઢપ્રહારીએ દીક્ષા લઈ તપ કરતાં કરતાં એવો અભિગ્રહ લીધો કે, જે જે દિવસે મને મારું પાપ યાદ આવશે, તે તે દિવસે હું આહાર નહિ લઉં અને કોઈ વૈરી મને હણશે તો તેને પણ હું ક્ષમા આપીશ. આવો અભિગ્રહ ધારણ કરી હત્યાવાળા ગામની ભાગોળે ધ્યાનમાં મગ્ન થયા. ત્યાં લોકોએ તેમને અસહ્ય કઠોર શબ્દો સંભળાવ્યા, તેમના પર પથ્થર ફેંક્યા, તેમ જ લાકડી વગેરેના ઘા કર્યા ત્યારે તેમણે શાંત ચિત્તે બધું સહન કર્યું તેમ જ તેઓ ધ્યાનથી જરાપણ ચલિત ન થયા. અને બધા ઉપસર્ગો સમભાવે સહન કરતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ. ઢાલ-૧૪ ૨૨ સનતકુમાર સનત કુમાર સહ્યા સહી રોગો, ઓષધનો હુતો તસ યુગો । કઇ મુઝ કર્મહ ભોગો || ૪૪ || ઉપરોક્ત કડીમાં કવિ રોગ પરીષહ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’–૧૮ અધ્યયનના આધારે સનતકુમારનું દૃષ્ટાંત આપીને સમજાવે છે, જે મુનિ રોગ પરીષહને સમાધીપૂર્વક જીતી જાય છે, તે ઊંચી પદવીને પ્રાપ્ત કરી સિદ્ધપદને મેળવે છે. જેમ કે ‘સનત મુનિ' જે નીચેની કથા દ્વારા સમજાય છે. (૩૮૮ =
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy