________________
‘શ્રાદ્ધવિધિ પ્રકરણમાં આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી પૂજાના ભેદ દર્શાવતાં કહે છે કે, જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા તેમાં દ્રવ્ય પૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી તે છે અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી તે છે.
દ્રવ્યપૂજાના સત્તર ભેદ દર્શાવ્યાં છે. જેમ કે, ૧) સ્નાત્ર પૂજા, ૨) વાસ પૂજા (ચક્ષુ યુગલ ચઢાવવા), ૩) ફૂલ પૂજા, ૪) પુષ્પમાળ પૂજા, ૫) પંચરંગી છૂટા ફૂલ ચઢાવવાની પૂજા, ૬) ચૂર્ણ પૂજા - ધ્વજ પૂજા, ૭) આભરણ – મુગુટ પૂજા, ૮) પુષ્પગૃહ પૂજા, ૯) પુષ્પકૂલ પ્રગર પૂજા, ૧૦) આરતી પૂજા મંગળ દીવો કરવો. અષ્ટ મંગલિક સ્થાપવા, ૧૧) દીપક પૂજા, ૧૨) ધૂપ પૂજા, ૧૩) નૈવેદ્ય પૂજા, ૧૪) ફળ પૂજા, ૧૫) ગીત પૂજા, ૧૬) નાટક પૂજા અને ૧૭) વાજિંત્ર પૂજા.
જોકે અંગપૂજા, અગ્રપૂજા અને ભાવ પૂજા એ પૂજાના ત્રણે ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતર્ભત થાય છે. આ બધી દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા જ કરવાની હોય કારણકે ભાવ વિનાની ભક્તિ નિરર્થક છે. ભાવપૂજા એ તો ભવસાગર તરવા માટેની નાવ છે. જેમાં પ્રભુની સ્તવના કરી પોતાના આત્માની નિંદા ભક્તજન કરે છે. પ્રભુના ગુણોનું વર્ણન અને સ્વદોષોની કબૂલાત મુખ્યત્વે કરવાની હોય છે. આમ જૈનધર્મની દરેક ક્રિયામાં અંતે તો ભાવની પ્રધાનતા છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવકને સત્તર પ્રકારની પૂજા કરાવવાનો બોધ ‘નાગકેતુ ના દષ્ટાંત સાથે ઢાલ - ૨૩ પંકિત નંબર ૪૪ થી ૪૬માં દર્શાવે છે. આવશ્યક ક્રિયા
જે ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક ક્રિયા કહે છે. તે દ્વારા આત્મા સહજ સુખનો અનુભવ કરી શકે છે, અંતરદષ્ટિવાળો થાય છે અને તેનામાં સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણો સમૃદ્ધ થાય છે.
જે રીતે વૈદિક પરંપરામાં આત્મશોધનને માટે સંધ્યા, બૌધ્ધ પરંપરામાં ઉપન્યાસ, પારસીઓમાં ખોરદેહ અવેસ્તા, યહૂદીઓ અને ખ્રિસ્તીઓમાં પ્રાર્થના તથા ઈસ્લામમાં નમાજ પ્રતિષ્ઠિત છે. એ જ રીતે જૈનસાધનામાં આધ્યાત્મિક શુદ્ધિ અથવા દોષોના નિવારણ માટે અને ગુણોની અભિવૃદ્ધિ કરવા માટે પડાવશ્યકનું (આવશ્યક ક્રિયા) પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
સ્થૂલ દષ્ટિએ આવશ્યક ક્રિયાના છ વિભાગ કરવામાં આવ્યા છે જેમ કે ૧) સામાયિક - સમતા, સમભાવ, ૨) ચતુર્વિશતિસ્તવ – ચોવીસ તીર્થકરોની સ્તુતિ, ૩) વંદન – ગુરુદેવોને વંદન, ૪) પ્રતિક્રમણ – સંયમમાં લાગેલા દોષોની આલોચના, ૫) ક યોત્સર્ગ – શરીરના મમત્વનો ત્યાગ અને ૬) પ્રત્યાખ્યાન – આહારાદિની આસક્તિનો ત્યાગ.
આવશ્યક ક્રિયાનું બીજું નામ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ” જૈન પરંપરાનો એક પારિભાષિક શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ ‘પાછા ફરવું થાય છે અર્થાત્ અશુભ યોગોથી નિવૃત્ત થઈને શુભ યોગોમાં પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે. તેથી સાધના ક્ષેત્રમાં આત્મવિશુધ્ધિ માટે તેની મહત્તા સ્વીકારીને સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારે તીર્થના સાધકોના આવશ્યક કૃત્યમાં પ્રતિક્રમણનો સમાવેશ કર્યો છે.
આચાર્ય હરિભદ્રસૂરી આવશ્યક સૂત્રની ટીકામાં પ્રતિક્રમણની વ્યાખ્યા કરતા કહે છે કે,