________________
ખાવાં નહિ. એ ખાતાં શું વખાણો છો? વેદ, પુરાણ તથા સિદ્ધાંતમાં પણ તેને વાર્યું છે, માટે આવું જાણીને કોઈ કંદમૂળ ખાતાં નહિ.
દૂહા | જણ અજાણાં ચીતવો, જે નવી રાખઈ આપ / ખાય અખાય ન ઓલઆઇ, ન લઈ પૂન્ય નિ પાપ //૩૬ // કર્મ અંગાલ ન કીજીઈ, જીહા બહુ હંશા હોય /
નરભવ દોહોલિં તિં કહ્યું, આલિએ ધર્મ ખોય //૩૭// કડી નંબર ૩૬થી ૩૭માં કવિ ભક્ષ્ય અભક્ષ્ય ખાવાથી પાપ અને પુણ્ય મળે તેનું તેમ જ જ્યાં બહુ હિંસા થાય એવાં અગ્નિ કર્મ કરવાં નહિ તે ઉપદેશ આપે છે.
જાણતાં અજાણતાં પણ અનંતકાયનું ચિંતન કરો પરંતુ જે પોતે ચિત્તમાં રાખતા નથી અને ભક્ષ્ય અભક્ષ્યને ઓળખતાં નથી તે પુણ્ય નહિ પાપ પ્રાપ્ત કરે છે. વળી જ્યાં બહુ હિંસા થાય એવાં અગ્નિકર્મ પણ કરવા નહિ. દુષ્કર એવો માનવભવ તે મેળવ્યો છે માટે આવો ધર્મ ગુમાવ નહિ.
ઢાલ || ૬૮ દેસી. હીરવિજઈ ગુણ પેટી. // રાગ. વિરાડી / કર્મ અંગાલ ન કીજઈ ભાઈ પાતિગ નો નહી પારો / બહુ આરંભ કરતાં પેખો, નર્ગ લહઈ નીરધારો. ભવીકા. અગ્યન કર્મ નવી કીજઈ, અતી અનુકંપા રીદઇએ ધરીનિ, અભઈદાન જગિ દીજઈ ભવીકા, અગ્યન કર્મ નવિ કીજડી ૩૮ // આંચલી. આગર ઈટિની હિમા નવી કીજઇ, બહુરી ગણી જે લ્યાહલા / કર્મ કુકર્મ કરતાં ભાઈ, જીવ હોઈ અતીકાલા //૩૯ // ભવીકા. કરસણ વીર્ષ મમ છેદીશ જન તું, સીખ દેઉ તુઝ સારી / પૂફ પત્ર ફલ સોય સુડતાં, હંસા રાખે વારી //૪૧ // ભવીકા. ગાડા વાંહઇલ્ડ હલ દંતાલા, નાવી જે નીપજાવી /. સો પણિ વણજ તજઈ નર જેતા, તસ મતિ ચોખી આવી //૪૧ // ભવીકા. ગાડા વાહી મ કરો માનવ, ચોમાસઈ ચીત વારો થાઈ પ્રથવી સકલ જંતમાં હીત કરી તે ઉગારો //૪ર // ભવીકા.
હ્યા ધર્મ જગ સારો, ભ. // આતમ આપસો તારો ભ. // કો મમ પ્રાણી મારો, ભ. // લાધો ધર્મ મમ હારો ભ. //૪૩ //