________________
ઢાલ
કંદમુલ મુખ્ય કો મમ દેજ્યુ | આંચલી. //
થોહર ગુગલ ગલુઅ નીવારો, આર્દ્ર વજ્જસુ કંદોરે ।
અમરવેલિં નિં નીલી હલદર, લસણ થકી મુખગંધો રે ।।૨૯।। કંદમુલ...
નીસઇ સૂર્ણકંદ નભેદો, થેગ લોઢ નહી સારો રે ।
નીલી મોથિ કુંઆરિ મ ખાઓ, પાપ તણો નહી પારો રે ।।૩૦।। કંદ.
લુણ વીર્ષની છાલ્યને તજીઇ, ગર્ટી પલવ પાંનો રે । કુંલાં કુપલ વાંસહ કેરાં, દીજઇ તસઇ અભઇ દાંનો રે ।।૩૧।। કંદ.
શાક ભેદ પલક પણિ જાંણો, મુલગ શણગાં ધાનો રે । સતાઓરિ ઢકવછલ વારો, જો કાંઇ હોઇ તુમ સાંનો રે ।।૩૨।। કંદ.
નીલો વલીએ કચુર ન ખાઈઇ, ખરસુઓ નીસી ખાત્મો રે । આલુ કુલિ આંબ્યલી વારો, જિમ બઇ સો સુર પાંત્યુ રે ।। ૩૩|| છંદ.
સુરીવાહાલુલિ લિએ ખલઇડાં, ગાજર વલિઅ વખોડ્ય રે । ભોમી રહઇ પીડાલ વર્સકો, તે ખાતા બહુ ખોચ રે ।।૩૪ ||
લુણ વેલિ બુરાલ ન ભખીઇ, ખાંતા કસ્યુઅ વખાણો રે । વેદ પુરાંણ સીધાંતિ વાર્યું, કો મમ ખાયુ જાણો રે ।।૩૫।। કંદ.
૬૭ કડી નંબર ૨૮થી ૩૫માં કવિએ બત્રીસ પ્રકારના અનંતકાયની ઓળખાણ ત્યાજ્ય છે.
આપી છે. કે
કવિ બત્રીસ પ્રકારના અનંતકાયનું વર્ણન કરતાં કહે છે કે, કોઈ પણ કંદમૂળ મુખમાં નાખતા નહિ, અનંતકાય બત્રીસ છે. શાસ્ત્રમાં પણ આવું જ કહ્યું છે માટે આવું કહેતાં મનમાં રીસ લેજો નહિ. કવિ બત્રીસ અનંતકાયના નામ કહે છે, જેમ કે થોહર, ગુગળ અને ગળાને છોડવું. વળી આદું, વકંદ, અમરવેલી અને લીલી હળદર છે. તેમ જ લસણથી મુખ ગંધાય છે. નિશ્ચયથી સૂરણકંદનો ત્યાગ કરો. થેગ, લોઢી પણ સારા ગણવા નહિ. લીલીમોથ, કુંવાર પણ ખાવી નહિ. તેનાથી પાપનો પાર આવતો નથી. વળી લુણવૃક્ષની છાલને ત્યજવી તેમ જ સર્વ જાતિનાં કુંણાં પાંદડાંને પણ ગણ્યાં છે. જેવાં કે વાંસના કુંણાં કૂંપળ, તેને અભયદાન આપવું. વળી તમારામાં થોડીક પણ બુદ્ધિ હોય તો શાકની જાતમાં પહ્લકની ભાજી પણ જાણવી. મૂળા, ફણગાવેલાં ધાન્ય તેમ જ સતાવરીની વેલ અને ગરમર પણ છોડવી.
લીલો કચુરો પણ ખાવો નહિ, વળી ખરસુઆ કંદને શા માટે ખાય છે તેવી જ રીતે આવુ (બટાટા, રતાળુ વગેરે), કુમળી આંબલી પણ છોડવા કે જેનાથી દેવની પંક્તિમાં બેસવા મળે. સૂઅરવલી તેમ જ ખિલોડા કંદ છે. તેમ જ ગાજરને પણ વખોડ્યાં છે. જમીનમાં થતાં વિશેષ પિંડાળું વગેરે ગણવા, તે ખાવાથી બહુ પાપ થાય છે. તેમ જ લુણીની ભાજી અને વિરાલી કંદ