________________
ઢાલ || ૧૦ ||
પૂëિ પાતિગ છૂટીઇ, જપીઇ જિનવર સોય । ચ્યાર પ્રકારિ સધહતા, શમક્તિ નીર્મલ હોય ।।૮૫
છ છીંડી અને ચાર આગાર
આગાર એટલે છૂટછાટ, સંકટમાં સહાયતા-અપવાદ, મુસીબતમાં માર્ગ વગેરે અર્થ થાય. કોઈ તેને છીંડી પણ કહે છે. છીંડી એટલે ગલી.
જેમ મુખ્ય રસ્તે ચાલવામાં કોઈ વાર મુશ્કેલી આવે અથવા જઈ શકાય તેમ ન હોય તો છીંડીને માર્ગે થઈ પછી મુખ્ય રસ્તે પહોંચાય. તેવી જ રીતે સમકિતનું પાલન કરતાં કોઈ વાર ગંભીર પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે છીંડીરૂપ આગારમાંથી પસાર થઈ, પાછું મુખ્ય રસ્તે આવી જવું પરંતુ પ્રતિજ્ઞા નિયમ તોડવા નહિ.
અત્યંત ગાઢ કારણોથી કુદેવ, કુગુરુ અને કુધર્મનો આદર સત્કાર કરવો પડે ત્યારે ‘હારિભદ્રિય આવશ્યકવૃત્તિ વગેરે ગ્રંથોમાં છ પ્રકારના આગાર બતાવ્યાં છે, તે આગાર વડે પ્રતિજ્ઞા ભંગથી બચાય છે. છ છીંડી/આગારનાં નામ ૧) રાયમિયોનેનું રાજાના હુકમથી. ૨) મળમિકોનેનું જ્ઞાતિ, કુટુંબ અને સમાજને કારણે. ૩) વૃત્તમિયોનેન શક્તિ કે સત્તાથી બળવંતના ભયથી. ૪) તેવમિત્રોનેળ = દેવના પ્રકોપથી. ૫) ગુરુશિષ્નહેમં = ગુરુ, માતા-પિતાના આદેશ અથવા આગ્રહથી. ९) वित्तीकंतारेणं પોતાની આજીવિકા માટે અથવા કોઈ સંકટગ્રસ્ત પરિસ્થિતિ આવે ત્યારે.
=
=
-
=
=
પ્રત્યાખ્યાન આગાર : પ્રત્યાખ્યાન ગ્રહણ કરનાર સાધક છદ્મસ્થ છે, તે શ્રદ્ધાથી પ્રત્યાખ્યાનનું પૂર્ણપણે પાલન કરનારી દઢતમ ભાવનાથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે. તેમ છતાં છદ્મસ્થપણાના કારણે કોઈ વિશેષ પરિસ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરી ન શકે તેવી પરિસ્થિતિમાં તેની પ્રતિજ્ઞાનો સર્વથા ભંગ ન થાય તે માટે આચાર્યોએ દીર્ઘ દૃષ્ટિથી વિચારીને આગાર-અપવાદ કે છૂટનું વિધાન કર્યું છે. પ્રત્યાખ્યાન ગ્રહણ કરતી વખતે જ સાધક તેવી છૂટ રાખે છે. જેથી તેના પ્રત્યાખ્યાનનો સર્વથા ભંગ થતો નથી.
શાસ્ત્રોમાં પ્રત્યાખ્યાનના ચાર મુખ્ય આગારોનું વિધાન છે. જેમ કે, ૧) ‘અન્નત્થણાભોગેણં’ અર્થાત્ આગાર સિવાય પ્રત્યાખ્યાનનું વિસ્મરણ થવું. ૨) ‘સહસાગારેણ' અર્થાત્ અકસ્માત સ્વયં મુખમાં આવી પડે. ૩) ‘મહત્તરાગારેણં’ અર્થાત્ મોટી નિર્જરા હેતુભૂત. ૪) ‘વત્તિયાગારેણં’ અર્થાત્ તીવ્ર વેદનામાં ઔષધાદિ માટે બતાવ્યા છે.
‘શ્રી આવશ્યક સૂત્ર’ના છઠ્ઠા આવશ્યકમાં દેશ પ્રત્યાખ્યાનના ભિન્ન ભિન્ન આગાર દર્શાવ્યા છે. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ'માં સમકિત વ્રત ભંગ ન થાય તે માટે છ છીંડી અને કોઈ પણ પ્રત્યાખ્યાન લેવામાં આવે ત્યારે તેમાં ચાર આગારની છૂટ રાખવામાં આવે છે. તેનું સંક્ષિપ્તમાં વર્ણન ઢાલ - ૨૨ પંકિત નંબર ૧૮ થી ૨૧માં કર્યું છે.
નિક્ષેપ
કોઈ પણ વસ્તુમાં ગુણનું કે અવગુણનું આરોપણ (સ્થાપન) કરવું તેને નિક્ષેપ કહે છે. નિક્ષેપ જૈનદર્શનનો પરિભાષિક શબ્દ છે. નિક્ષેપનો પર્યાયવાચી શબ્દ ન્યાસ છે. જેનો
= ૧૨૫૯