________________
અરિહંતની વાણીના પાંત્રીસ ગુણો | તીર્થંકરની વાણી મનોહર પદાર્થના સમૂહથી અતિશય સુંદર શબ્દોવાળી સ્વભાવથી જ હોય છે. તેઓ માલવ કૈશકી વગેરે રાગોથી ભવ્યજનોના ઉપકાર માટે દેશના આપે છે. “શ્રી સમવાયાંગ સૂત્ર'-૩૫માં અરિહંતની વાણીના પાંત્રીસ ગુણો દર્શાવ્યા છે. જેમ કે, ૧) વચનોનું વ્યાકરણ સંસ્કારયુક્ત હોય. ૨) ઉચ્ચ સ્વરથી પરિપૂર્ણ હોય. ૩) ગામઠી શબ્દ ન હોય. ૪) મેઘના સમાન ગંભીર શબ્દયુક્ત હોય. ૫) પ્રતિધ્વનિ ઊઠે એવાં વચન હોય. ૬) સરલતા યુકત વચન હોય. ૭) રાગ-રાગિણીથી યુક્ત હોય. ૮) મહાન અર્થવાળાં વચન હોય. ૯) પૂર્વાપર અવિરોધી અર્થવાળા હોય. ૧૦) વક્તાની શિષ્ટતાના સૂચક હોય. ૧૧) સંદશરહિત નિશ્ચિત અર્થવાળી હોય. ૧૨) પરદત્ત દૂષિત આક્ષેપોનાં નિવારક વચન હોય. ૧૩) શ્રોતાના હૃદયગ્રાહી વચન હોય. ૧૪) દેશકાલને અનુકૂળ વચન હોય. ૧૫) વિવક્ષિત વસ્તુ સ્વરૂપનાં અનુરૂપ વચન હોય. ૧૬) નિરર્થક વિસ્તારથી રહિત વચન હોય. ૧૭) પરસ્પર અપેક્ષા રાખનાર પદો અને વાક્યોથી યુક્ત હોય. ૧૮) વક્તાની કુલીનતા અને શાલીનતાના સૂચક હોય. ૧૯) વાણીમાં મધુરતા હોય. ૨૦) બીજાના મર્મ ઉઘાડનાર વચન ન હોય. ૨૧) અર્થ અને ધર્મના અભ્યાસથી યુક્ત હોય. ૨૨) તુચ્છતારહિત અને ઉદારતાયુક્ત હોય. ર૩) બીજાની નિંદા અને પોતાની પ્રશંસારહિત હોય ૨૪) પ્રશંસનીય હોય. ૨૫) વ્યાકરણના દોષરહિત હોય. ૨૬) ઉપદેશના વિષયમાં લગાતાર કુતૂહલ, જિજ્ઞાસા ઉત્પન્ન કરાવનાર હોય. ૨૭) નવાં નવાં વચન પ્રયોગ હોય. ૨૮) અતિવિલંબરહિત ધારા પ્રવાહથી બોલવું. ૨૯) મનની ભ્રાંતિ, વિક્ષેપ, ચિત્તની ચંચળતા આદિ માનસિક દોષરહિત હોય. ૩૦) શ્રોતાના સંશયનું સમાધાન પૂછયા વગર જ થઈ જાય. ૩૧) વિશેષતા યુક્ત વચન હોય. ૩૨) અર્થ, પદ, વર્ણ, વાક્ય, બધું જુદું જુદું કહે. ૩૩) સાત્વિક વચન હોય. ૩૪) ખિન્નતાથી રહિત વચન હોય. ૩૫) વિવક્ષિત અર્થની સમ્યફ સિદ્ધિ થવા સુધી અવિચ્છિન પ્રવાહવાળાં વચન હોય.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં અરિહંત પ્રભુની વાણીના ગુણ પાંત્રીસ છે. એટલું જ સંક્ષિપ્તમાં દર્શાવ્યું છે જે નીચેની પંક્તિ દ્વારા સમજાય છે. ઢાલ || ૬ || દેવ શ્રીઅરીહંત છઈ, જસ અતીસહઈ ચોતીસો રે /
| દોષ અઢાર જિનથી પણિ અલગા, વાંણી ગુણ પાંતીસો રે //પર // અરિહંત આઠ મદના જીતનાર
મદનો સામાન્ય અર્થ ગર્વ, તોર, કફ વગેરે થાય. જ્ઞાન આદિ આઠ પ્રકારથી પોતાની મોટાઈ માનવી તેને ગણધરાદિઓએ મદ કહ્યો છે. માન મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં આત્મ પરિણામોને મદ કહે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે મદ-અભિમાન કરવાથી નીચ ગોત્રકર્મનો બંધ થાય છે. જે વસ્તુનો મદ-અભિમાન થાય, તે વસ્તુ પુનઃ પ્રાપ્ત થતી નથી. મદના આઠ પ્રકાર છે.
શ્રી સમવાયાંગ સૂત્ર' તેમ જ “શ્રી સ્થાનાંગ સૂત્ર'માં આઠ પ્રાકરના મદ બતાવ્યા છે. જેમ કે, अठ्ठ मयठ्ठाणा पण्णत्ता तं जहा-जाइमए कुलमए बलमए रूवमह तवमए सुयमए लाभमए इस्सरियमए।
અર્થાત્ : મદસ્થાન (અભિમાન ઉત્પાદક નિમિત્તો)ના આઠ પ્રકાર કહેલ છે – ૧) જાતિમદ