________________
ઢાલા (૫૭) // દેસી. પાય પ્રણમી રે, વીર જિનેસ્વર રાય રે // રાગ. મલ્હાર //
સીલ સાચું રે પ્રેમ કરીનિં પાલઈ એણઈ વરતિ રે આતમવંશ અજુઆલીઇ / મન દોહો દશ રે જાતુ પાછુ વાલિઈ બ્રહ્મ વરતિ રે કર્મ કઠણ તે ગાલિઇ // 2. // ગાલીઈ કર્મ જે કઠણ જનાં સીલ અંગિં સો ધરી | મન વચન કાયા કરો ચોખ્યાં સંસાર સાગર જાઓ તરી / આગિ જે નર નારિ મુનીવર સીલ અંગિં આદર્યું સોય નરનું નામ જંપતાં જાણિ મન મોડું ઠર્યુ //૩૯ // સુદર્શણ સેટિં રે વ્રત તે ચોથુ શરિ વહ્યું પટરાંણી રે પ્રેમ તણઈ વચને કહ્યું / રંભા દેખી રે સેઠિ તણું મન થીર રહ્યું નવિ સુકો રે જે જગ્યું જીવત ગયું // 3. // જીવત જાતઈ જેન ચુકો રાણી બહુ રોસિં ચડિ બહુ બુબ પાડી અત્યંહિ ગાડી સેઠિ બાંધ્યું તે જડિ / માહારાજ બોલ્યુ ન સુલી સેઠિ નિં સાંચઈં સહી એ સીલ મહીમા થકી જુઓ સુલી સીધાસણ થઈ //૪૧ / શ્રીઅ યુલિભદ્ર રે મુનિવર મોટો તે યતી જંબુ સ્વામિ રે વંદો વેગિ ભમતી | ધના સલિભદ્ર રે જેણઈ સ્ત્રીઅ મુકી છતી નર નાયક રે પંચ સંઘાંનો જે પતી // ૩ // પતી જે પચ સહ્યા કેરો નામિ સીવકુમાર રે / ભાવ ચારિત્ર થકી વંદો સીલ રહ્યું નીરધાર રે / પંચમઈ સુરલોકિ પોહોતો કર્મ કેતુ ખઈ કર્યું /
સીલ અંગિ ધર્યું સાચું નાંમ જગહ વીસ્તર્યુ //૪૧ // ઢાલ – (૫૭) કડી નંબર ૩૯થી ૪૧માં કવિએ શીલવ્રતનો મહિમા બતાવતા શીલવંત મહાપુરુષોના આગમિક દષ્ટાંતો દર્શાવ્યાં છે.
કવિ બ્રહ્મચર્યનો મહિમા દર્શાવતાં કહે છે કે, શીલ શ્રેષ્ઠ અને સત્ય છે. તેને શ્રદ્ધાપૂર્વક પાળવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રત પાળવાથી આત્મા ઉજજ્વળ બને છે. તેથી દશે દિશામાં જતાં મનને પાછું વાળવું જોઈએ. બ્રહ્મવ્રત થકી કઠણ કર્મ પણ ઓછાં થઈ જાય છે.