________________
પોતાની કીર્તિ વધારે છે તેનું નામ પણ લેવું નહિ. તે મનુષ્ય ભવ ભવમાં દુઃખી થશે અને દુર્ગતિમાં પણ સ્થાન મળશે નહિ.
દૂર્ગતિ વાસઈ તે વસઈ, જે નવી બોલઈ સાચ / વ્રત બીજમાં એમ કહ્યું, મૃષા મ ભાખો વાચ //૫૪ // પાર ન ભવનો પાંમીઠ, કરતાં જોરિ વાત /
વ્રત ત્રીજહાં વારીઉં, સુણિ તેહનો અવદાત //૫૫ // કડી નંબર ૫૪થી ૫૫માં કવિએ અસત્ય બોલવું નહિ, અસત્ય બોલવાથી દુર્ગતિ મળે તે સાર સમજાવ્યો છે. તેમ જ ત્રીજા વ્રત વિષેનું કથન કરે છે.
આમ જે સત્યવચન બોલતો નથી, તેને દુર્ગતિમાં વાસ કરવો પડે છે, એમ બીજા વ્રતમાં કહ્યું છે. માટે અસત્ય વાણી બોલવી નહિ. વળી આગળ કવિ કહે છે કે, ચોરી કરવી નહિ, તેમ કરવાથી ભવનો પાર આવતો નથી. ત્રીજા વ્રતમાં નિષેધરૂપ છે તેનો વૃત્તાંત સાંભળો.
ઢાલ પર || દેસી. અણસણ એમ રે આરાધીઇ // રાગ. શામેરી // ત્રીજ વ્રત એમ પાલિઇ, યુલિ અદિતાદાંન રે / વાટિ મ પાડીશ પંથી, જો તુઝ હોઈ સાંન રે //૫૬ // ત્રીજ વ્રત એમ પાલઈ. આંચલી. પરારિ ધન નવી લીજીઈ, એમ નીસ ખાતર પાડચ રે / પૂર પાટણ નવિ બાલીઇ, નગરિ મ લાવિશ ધાડિ રે //૫૭ // ત્રીજું. દૂષ્ટ હઈઉં નવિ કીજીઈ, ચોરી äતિ ઊતારય રે / પરધન પંક સમાં ગણઈ, તે નર મોખ્ય દૂઆ રે //૫૮ // ધન હરતા દૂખ પામીઓ, લોહખરો જગિ ચોર રે / સૂતિ રોપણ તે લહઈ, કરતો કર્મ કઠોર રે //૫૯ // મંડક ચોર ચોરી કરઈ, પરધન લઈ વલી તેહ રે / મુલદેવિ તસ મારીઓ, અતિ દુખ પાંમિઓ એહ રે //૬૦// ભોમિ પડ્યું નવિ લીજીઈ, નયણે ન જઈસ્ય તેહ રે / વણલિધિ દૂખ પામીઓ, મુનિ મેતારજ જેહ રે //૬૧ // અણદીધું નવિ લીજીઈ, લીધિં પાતિગ જાણ્ય રે / પર નર કેરો રે પાયકો, ગ્રહઈતાં પૂણ્યની હામ્ય રે //૬૨ // ત્રીજુ. પંચ સહ્યા પર શાશનિ, તાપસ જલ ઊપ કંઠ રે / વાર્ય વીનાં જગિ તે સમ્યા, પશ્ય ન હુઆ ઊલંઠ રે //૬૩ // ત્રીજું.