________________
ઢાલ || ૧૧ ||. દેસી. ગુરુનિ ગાલિ સુણી નૃપ ખીયું /રાગ. મારૂ // જિનમંદિર માંહિ જિન આગલિ, આશાતના નવી કીજઇ રે / તંબોલ વાણહીઅ નઈ થુકવું, જિનમંદિર જલ નવી પી જઈ રે /૮૯// ભગતિ કરી જઈ રે, કર્મ ખપી જઈ રે // આંચલી. મઈથન ત્યાહા નવિ કીજઇ, નીસચઈ એ ઊપદે તુઝ સારો રે / લોઢીનીત નષેધો માનવ, વડી સો વેગી નીવારો રે //૯૦ // ભગતિ કરી. ભોજન સૂઅણ અનિં જવ૮, જિનમંદિર તે મમ ખેલો રે /
આશાતના જે કીજઈ ત્યાંહિ, જિવ હોઇ અતી મઈલો રે //૯૧ //ભગતિ. ઢાલ – ૧૧ કડી નંબર ૮૯થી ૯૧માં કવિએ જિનમંદિરની તેમ જ જિનપ્રતિમાની આશાતના કરવી નહિ. એમ દર્શાવી એના અનુસંગે મુખ્ય દશ આશાતનાનો ઉલ્લેખ કર્યો છે.
કવિ મુખ્ય દશ આશાતનાનું વર્ણન કરતાં કહે છે કે, જિનમંદિરમાં જિનભગવંતની પ્રતિમા આગળ કોઈપણ પ્રકારની આશાતના કરવી નહિ. જેમ કે ૧) પાન બીડાં ખાવાં નહિ, ૨) જોડાં (ચપ્પલ-બુટ) પહેરીને જવું નહિ, ૩) થુંકવું નહિ. ૪) તેમ જ જિનમંદિરમાં પાણી પીવું નહિ. આમ ભક્તિ કરીને કર્મ ખપાવવાં. -આંચલી. ૫) ત્યાં મૈથુન તો નિશ્ચયથી ન કરવું, એ ઉપદેશ તારા માટે સારો છે. ૬) લઘુશંકાની મનાઈ સમજવી તો વળી ૭) વડનીતને જલદીથી રોકો, ૮) ભોજન, ૯) શયન અને વળી ૧૦) જુગાર જિનમંદિરમાં રમવો નહિ. જિનમંદિરમાં આવી આશાતના કરીએ તો આત્મા ઘણો મેલો થાય. ઘણાં પાપ લાગે.
દેવ અરીહંત અસ્સો કહું, ગુરુ ભાડુ નીગ્રંથ / ગુણ છત્રીસઈ તેહના, ભવી જન યો ટ્યુત //૯૨ // પાંચઈ અંદ્રી સંવરઇ, નવવીધ્ય ભ્રહ્મસાર /
ચ્ચાર કલાઈ પરહરઈ પંચમહાવ્રત ધાર //૯૩ // મૂનીવર મોટો તે કહું, પાલઈ પંચાચાર / પંચ સુમતિ રખિ રાખતો, ગણિ ગુપતિ નીરધાર //૯૪ // ગુરુ ગુણ છત્રીસઈ કહ્યા, સુત્ર સીધાંતિ જેહ /
વલિ ગુણ આચાર્ય તણા, નર સુણયો સહુ તેહ //૯૫ // કડી નંબર ૯૦થી ૯૫માં “ગુરુ' તત્ત્વનું વર્ણન શરૂ થાય છે. કવિએ “ગુરુ'ના છત્રીસ પુણોનો ઉલ્લેખ કર્યો છે.
‘ગુરુ' (આચાર્ય)ના છત્રીસ ગુણોનું વર્ણન કરતાં કહે છે કે, દેવ અરિહંત આવા કહ્યાં છે