________________
અને હવે ગુરુ નિગ્રંથ બતાવ્યા છે, કે જેમનાં છત્રીસ ગુણો હોય. ભવીજનો, ચિત્તથી સાંભળજો. પાંચ ઈન્દ્રિયનો સંવર (નિગ્રહ) કરે, નવ પ્રકારથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે, ચાર કષાયને છોડે, પાંચ મહાવ્રતને ધારણ કરે. મુનિવર મોટા તે કહેવાય કે જે પાંચ આચાર પાળે પાંચ સમિતિનું પાલન કરે તેમ જ ત્રણ ગુમિનું આચરણ કરે. આવી રીતે સૂત્રસિદ્ધાંતમાં ગુરુના છત્રીસ ગુણ બતાવ્યા છે. વળી એ આચાર્ય પદના ગુણ સહુ નર-નારી સાંભળો.
ઢાલા ૧૨ દેસી. સાસો કીધો સામલીયા // આચાર્યના ગુણ છત્રીસઈ, તે કઇસુ મન રંગિં / તે મુનીવરનું ધ્યાન ધરીમ્સ, રઈહઈસ્યુ તેહસિં સંગિ //૯૬ // રૂપવંત જોઈ ઈ આચાર્ય સૂર સોભીત દેહ /. તે દેખી નિં રાજા રજઈ લોક ધરઈ બહુ નેહ //૯૭ // કુમર અનાથી દેખી સમકત, પામ્યો તે શ્રેણીકરાય / જઈને ધર્મ ભુપતિ જે સમજ્ય, રૂપ તણો મહીમાય //૯૮ // તેજવંત જોઈ ઇ આચાર્ય કો નવી લોપઇ લાજ | જઈને ધર્મ નંઈ ઓર વલી દીપઈ મ્યુભ કર્ણિનાં કાજ //૯૯ // યુગ પ્રધાન યુગલભ જોઈ ઇ, ત્રીજો ગુણ તુ જાંણ્ય / પીસ્તાલીસ આગમ જે કહીઈ, તે બોલઈ મૂખ્ય વાંચ્યું //100 II મધુર વચન મૂનીવરનું જોઈ છે, ઊપજઈ સહુ સંતોષ / ગંભીરો યમ સાયર સાચો, ન કહઈ પરનો દોષ /૧ // ચ્યતર પણિ બુધ્ય ચોખી જોઈ, રંગિં દઈ ઊપદેસ / ધર્મ દેસના દેતાં મૂનીવર, આલસ નહીં લવલેસ //ર // કોહોનું વચન ન સર્વઈ સાચઈ સોમપ્રગતી મુની હોઈ | સકલ શહાસ્ત્રનો સંઘરઈ કરતો, શીલ ધરઈ રખી સોહી //૩ // અગ્યારમો ગુણ અભીગ્રહઈ ધારી, આપ થઈ ન કરંત / ચપલપણું તે ચતુર ન રાખઇ, પ્રશન રીદઇ મૂની હેત //૪ // પ્રતિરૂપ આદી દેઈનિ જાણો, એ ગુણ ચઉદ અપાર / દસ ગુણ મુનીવરના હવઈ કહઈસુ, તેમાં ઘણો વિચાર //૫ //
ખ્યામાવંત તે મૂનીવર મોટો, જેનિં નહી અભીમાન | માયારહીત જોઈ ઈ આચાર્ય નીરલોભી તપ ધ્યાન //૬ //