________________
થઈ શકે તેમ જ વાડીને ગઢનો ગૌરવ ન મળે. તેવી જ રીતે પિત્તળ સોનું ન થઈ શકે, રિસાયેલાને પ્રેમ ન મળે, આગિયો સૂર્ય ન થઈ શકે, તેમ વોકળાનાં પાણી સાગરનાં પૂર બની શકે નહિ. તો વળી ક્રૂરદૃષ્ટિને મમતા ન મળે, તેમ પાપ કર્મ દયા ન બની શકે. (દયા ધર્મ ન કહેવાય.)
દૂહા || એકઇ ઠાંમિ ન દંત |
પાપ કર્મ બઇ એગઠાં, કઇ સÜયો કઈ ટાલિ જો,
પણિ બઈ નવિ સોભંત ।।૪૬ ||
દીપક જિમ વલિ તેલ વિન, શેન વિના જિમ રાય ।
ધર્મ દયા વિન તે તસ્યુ, ખીર વિનાં જિમ ગાય ।।૪૭ ||
કડી નંબર ૪૬થી ૪૭માં પણ કવિએ દષ્ટાંતો દ્વારા દયાધર્મને શ્રેષ્ઠ બતાવ્યો છે.
પાપ અને પુણ્ય બન્ને સાથે એક સ્થાને હોય નહિ. જેમ ક્યાંક સેંથો અને ક્યાંક ટાલ એ રીતે બન્ને શોભે નહિ. (હોય નહિ.) આગળ કહે છે કે, જેમ તેલ વિના દીપક શોભે નહિ, સેના વગર રાજા શોભે નહિ. દૂધ વિના ગાય શોભે નહિ, તેમ દયા વગર ધર્મ તેવો જાણવો.
ઢાલ|| ૪૧||
દેસી. મુનીવર માગિ ચાલતા ।।
શનેહ વિના સ્યુ રૂસણું, ગઢ વિહુણી પોલ ।
પ્રેમ વિના જિમ પ્રીતડિ, મન મઈલ અંધોલ્યુ ।।૪૮ ।।
ધર્મ દયા વિન તે તસ્યુ, જસ્ય લુખુ અનો ।
તપ જપ સંયમસ્યુ ધરઈ, જો મઈલું મનો // ધર્મ દયા વિન તે તસુ || આંચલી || બાલિક વિન જિમ પાલણું, કાલ વિઠ્ઠણો મેહો ।
સંપતિ વિણ જિમ પાંહણો, ગઈ યૌવન નેહો ।।૪૯ ।| ધર્મ.
જોગ વિનાં જોગી જસ્યુ, મન વિણું ધ્યાંનો
ગુરૂ વિણ ગછ નવી સ્યુભીઈ, વર વિહુણિ જાંનો ।।૫૦। ધર્મ.
દાતા વિન જિમ જાચિકા, પ્રણિ વિણ દેહો ।
ધર્મ દયા વિન તે તસ્યુ, ભાખઈ સુગુરૂ એહો ।।૫૧ || ધર્મ.
ઢાલ - ૪૧ કડી નંબર ૪૮થી ૫૧માં પણ કવિએ દયા ધર્મની અનેક વસ્તુની સાથે સરખામણી કરી તેની મહાનતા દર્શાવી છે.
કવિ દયા ધર્મને શ્રેષ્ઠ દર્શાવતાં કહે છે કે, જેમ પ્રેમ વિનાનું રુસણું, ગઢ વિનાની પોળ, સ્નેહ વિનાની પ્રિતડી અને મેલાં મનનું સ્નાન શું કામનું? તેવી રીતે લુખ્ખા અન્ન જેવું દયા વિનાનો ધર્મ લાગે. વળી મન મેલું હોય તો તપ, જપ અને સંયમ શા માટે ધરવા? શું કામના?
૧૪૦ =