________________
દિગ/દિશા પરિમાણ વ્રતના અતિચાર
“શ્રી આવશ્યક સૂત્ર', “શ્રી ઉપાસકદશાંગ સૂત્ર', “તત્ત્વાર્થ સૂત્ર', “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં નીચે પ્રમાણે છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર દર્શાવ્યા છે. (૧) ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ – ઊર્ધ્વદિશા એટલે પર્વતાદિક ઉપર ઊંચે જવાની મર્યાદાનું ઉલ્લંઘન
કરવું. (૨) અધોદિશા પ્રમાણાતિક્રમ – અધોદિશા એટલે નીચે તરફ કૂવા, ખાણ વગેરેમાં જવાની મર્યાદાનું
ઉલ્લંઘન કરવું. તિર્યદિશા પ્રમાણતિક્રમ – તિર્યદિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાની
મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ - પોતાનાં કાર્યની સિદ્ધિ માટે એક ક્ષેત્રની મર્યાદા ઘટાડીને બીજા ક્ષેત્રની મર્યાદા
વધારવી. જેમ કે પૂર્વ, પશ્ચિમ દિશામાં ૫૦ માઈલનું પ્રમાણ ધાર્યા બાદ પૂર્વ દિશામાં ૬૦ માઈલ જવાની જરૂર પડતાં પશ્ચિમ દિશામાંથી ૧૦ માઈલ લઈને પૂર્વ દિશામાં ઉમેરે તે
ક્ષેત્રવૃદ્ધિ નામનો અતિચાર કહેવાય. (૫) મૃત્યંતર્ધાન – સ્વીકૃત મર્યાદાને ભૂલી જવી અથવા સ્વીકૃત મર્યાદાની ઉપેક્ષા કરીને કોઈ
ગણના કર્યા વિના જ ગમનાગમન કરવું તે મૃત્યંતર્ધાન છે.
આ ઉક્ત પાંચ અતિચાર જાણીને શ્રાવકે તેનો ત્યાગ કરવો. છઠ્ઠા વતનું ફળ
દિવિરતિ વ્રતના અનેક ફળો છે. તેમાં મુખ્ય બે ફળ છે. જેમ કે, ૧) હિંસા ઓછી થાય. “તત્ત્વાર્થાધિગમ સૂત્ર’ તેમ જ યોગશાસ્ત્રમાં બતાવ્યું છે કે,
चराचराणां जीवानां विमईन निवर्तनात् ।
तप्तायोगोलकल्पस्य सद्दत्तं गृहिणोप्यदः ॥ અર્થાત્ : જેમ તપેલા લોઢાના ગોળા જ્યાં જાય ત્યાં જીવોનો નાશ કરે છે તેમ તપેલા લોઢાના ગોળા સરખા અવિરતિ ગૃહસ્થોને, આ વ્રતમાં ચરાચર જીવોના વિમર્દનનું નિવર્તન કરવાપણું હોવાથી આ વ્રત ઉત્તમ છે. જેથી હિંસાનું નિયમન થાય છે.
૨) લોભ મર્યાદિત બને છે. કારણ કે હદનું નિયમન થવાથી ગમે તેવો આર્થિક લાભ થાય છતાં ત્યાં ન જઈ શકાય. એટલે આપોઆપ લોભ મર્યાદિત બને છે. સાતમું વ્રત - ભોગપભોગ પરિમાણ વ્રત : (ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત) (બીજું ગુણવત)
સંસારી જીવ માત્રનું જીવન વિષયભોગથી ભરેલું છે. તેથી ગૃહસ્થપણામાં ભોગનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. જીવની ભોગની અમર્યાદિત ઈચ્છા અનાદિકાલીન છે. તે ઈચ્છાપૂર્તિ માટે તેને હિંસા આદિ અનેક પાપનું સેવન કરવું પડે છે. તેથી સાતમા વ્રતમાં ભોગાસક્તિને સીમિત કરવા માટે ૧) ભોગોપભોગ યોગ્ય વસ્તુઓની મર્યાદા. ૨) સચિત્ત-અચિત્ત આહારનો વિવેક અને ૩) મહારંભજન્ય