________________
બીજાનો વૈભવ જોઈને આશ્ચર્ય કરવું, બહુ લોભ કરવો અને કોઈ પર બહુ ભાર ભરવો, આ પાંચ પરિગ્રહ વ્રતના અતિચાર કહેવાય છે. પાંચમા અણુવ્રતનું ફળ
ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, આ વ્રતના પાલનથી જીવને સંતોષ, સુખ, લક્ષ્મી, લોકપ્રશંસા વગેરે અનેક ફળો મળે તેમ જ પરલોકમાં દેવતાઓની સમૃદ્ધિ અને પરંપરાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, સંતોષ જેનું ભૂષણ બને છે, સમૃદ્ધિ તેની પાસે રહે છે, કામધેનુ તેની પાછળ ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા માને છે.
આ વ્રતનું પાલન કરવાથી અસત્ આરંભથી નિવૃત્ત થવાય છે અને અસુંદર આરંભની (હીન વ્યાપારી પ્રવૃત્તિનો ત્યાગ થાય છે.
આમ આ વ્રતથી અલ્પ ઈચ્છા, અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ થવાથી સુખ વધે છે. અને ધર્મની સમ્યફ આરાધના થાય છે. શ્રાવક ભૌતિક સાધન-સામગ્રીના સંબંધોને ક્રમથી સીમિત કરતો જાય, તે જ આ વ્રતનું લક્ષ્ય છે. છઠું વ્રત દિગ/દિશા પરિમાણ વ્રત (પહેલું ગુણવત).
જીવન પર્યંત (અથવા વર્ષ/ચાતુર્માસ વગેરેમાં) ઊર્ધ્વ (પર્વતારોહણાદિ) અધઃ (કૂવા, ખાણમાં ઊતરવું વગેરે) અને તિર્ય- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ (તથા એના ખૂણા અર્થાત્ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય) આ બધી દશ દિશાઓમાં ગમનાગમનની સીમા નિશ્ચિત કરવી અને તે પ્રમાણે નિયમ અંગીકાર કરવા તે દિશાપરિમાણ અથવા દિગ્ગત પરિમાણ નામનું પ્રથમ ગુણવ્રત છે. શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માં દિવ્રત પરિમાણની પરિભાષા આપતાં કહ્યું છે કે,
दिग्वलयं परिगणितं कृत्वातोहं बहिर्नयास्यामि ।
इति संकल्पो दिग्व्रतसामृत्यणु पापविनिवृत्यै ।।६८।। અર્થાત્ : દશ દિશામાં પરિમાણ કરીને અણુમાત્ર પણ પાપની નિવૃત્તિ અર્થે તેનાથી બહાર હું ગમન નહીં કરું એવો મરણ પર્યત સંકલ્પ કરવો તે દિવ્રત છે.
તેવી જ રીતે “શ્રી આવશ્યક સૂત્ર', ‘ધર્મસંગ્રહ' આદિ ગ્રંથોમાં પણ દિવ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે, દિશા સંબંધી વ્રત અથવા પૂર્વાદિ દિશામાં ગમનાદિ ક્રિયાની મર્યાદા કરીને તેના બહારના ક્ષેત્રમાં ન જવું તે “દિશાવત’ છે.
અણુવ્રતોની રક્ષા માટે તેમ જ સમુચિત પાલન હેતુ વ્યાપાર વગેરે ક્ષેત્રને સીમિત રાખવામાં સહાયક ગુણવ્રત ‘દિગ/દિશા પરિમાણ વ્રત' છે. શ્રાવક આ વ્રત બે કરણ અને ત્રણ યોગથી અંગીકાર કરે છે. તેથી દૂર દેશોમાં અધિકાધિક વ્યાપાર કરવો, અવિકસિત દેશોનું શોષણ કરવું વગેરેથી અટકી જવાય છે. અતઃ લોભ કષાય પર અંકુશ લાગી જાય છે.
ગૃહસ્થ જીવનને સંયમિત અને સાત્વિક બનાવવા માટે જેમ પરિગ્રહ પરિમાણ આવશ્યક છે. તેમ દિશા પરિમાણ પણ જરૂરી છે.