________________
છે. અને તે સિવાયના અચેત પરિગ્રહ છે.
‘ભગવતી આરાધના'-૧૯માં દશ પ્રકારના પરિગ્રહ બતાવ્યાં છે, જેમ કે, ૧) ખેત, ૨) મકાન, ૩) ધન, ૪) ધાન્ય, ૫) વસ્ત્ર, ૬) ભાંડ, ૭) દાસ-દાસી, ૮) પશુયાન, ૯) શય્યા અને ૧૦) આસન.
શ્રી દશવૈકાલિક સૂત્ર'ની નિયુક્તિમાં પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ છઠ્ઠા અધ્યયનની પાંચમી ગાથામાં ગૃહસ્થના પરિગ્રહ ૧) ધાન્ય, ૨) રત્ન, ૩) સ્થાવર, ૪) દ્વિપદ, ૫) ચતુષ્પદ અને ૬) કુષ્ય. એમ મૂળ છ પ્રકારો કહ્યા છે અને તે છના પેટા ભેદો કુલ ૬૪ બતાવ્યા છે.
ઉક્ત નવ પ્રકારના પરિગ્રહનો એક દેશથી અર્થાત્ આંશિક ત્યાગ કરવો અર્થાત્ આવશ્યકતાથી અધિકનો ત્યાગરૂપ પ્રમાણનું નિયમન કરવું શ્રાવકનું ‘ઈચ્છા પરિમાણ વ્રત' છે. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર
‘શ્રી આવશ્યક સૂત્ર', ‘શ્રી ઉપાશક દશાંગ સૂત્ર' આદિ ગ્રંથોના આધારે નીચે પ્રમાણે પાંચમા વ્રતના પાંચ અતિચાર દર્શાવ્યા છે. (૧) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ – ક્ષેત્રનો અર્થ ખેતી કરવાની ભૂમિ છે અને વાસ્તુનો અર્થ રહેવાનાં
મકાન, ઘર, બગીચા વગેરે છે. તેની જે મર્યાદા કરી છે તેનું ઉલ્લંઘન કરવું તે ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ અતિચાર કહેવાય. | હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ – વ્રત લેતી વખતે શ્રાવકે સોના-ચાંદી વગેરે બહુમૂલ્ય ધાતુઓની પોતાના માટે જે મર્યાદા કરી છે, તેનું ઉલ્લંઘન કરવું. તેમ જ રૂપિયા, સિક્કા વગેરે પણ આમાં જ સમાવિષ્ટ થાય છે. દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ - દ્વિપદબે પગવાળાં મનુષ્ય, દાસ, દાસી, નોકર તથા ચતુષ્પદ ચાર પગવાળાં પશુ. વ્રત સ્વીકાર કરતી વખતે તેના સંદર્ભમાં કરેલી મર્યાદાનું
ઉલ્લંઘન કરવું. (૪) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ - મણિ, મોતી, હીરા, પન્ના વગેરે રત્ન તથા ક્રય-વિક્રયની વસ્તુઓને
અહીં ધન કહ્યું છે. ચોખા, ઘઉં, જવ, ચણા વગેરે અનાજ ધાન્યમાં આવે છે. ધન-ધાન્યની
મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૫) કુખ્ય પ્રમાણાતિક્રમ - કુષ્યનો અર્થ ઘરનો સામાન. જેમ કે કપડાં, ખાટલાં, આસન, ઓઢવાનાં
સાધન વગેરે. આ સંબંધમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું.
‘તત્ત્વાર્થ સૂત્ર', 'ઉપદેશમાલા’, ‘નિગ્રંથ પ્રવચન’, ‘યોગશાસ્ત્ર' આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. “શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માં પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે,
अतिवाहनाति संग्रह विस्मयलोभातिभारवहनानि ।
परिमित परिग्रहस्य च विक्षेपा:पंच लक्ष्यन्ते ।।६।। અર્થાત્ : પ્રયોજનથી અધિક સવારી રાખવી, આવશ્યક વસ્તુઓનો અતિશય સંગ્રહ કરવો,
(૨)