________________
આચરણ કરે, લોકોને છેતરે, રાજ્યના કર ન ભરે વગેરે અનેક પ્રપંચો કરે છે. તેના સંરક્ષણ માટે પણ અસત્યનું આચરણ વગેરે અનેક પાપોનું સેવન થાય છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહ અનર્થોનું કારણ છે.
શ્રી આવશ્યક સૂત્ર'માં સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતને સમજાવતા કહ્યું છે કે, શ્રાવકો ગૃહસ્થ જીવન વ્યવહારમાં પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરીને નિષ્પરિગ્રહી બની શકતાં નથી પરંતુ પરિગ્રહ દુ:ખમૂલક છે તેવી સ્પષ્ટ સમજણ અને શ્રદ્ધા સાથે જીવન-વ્યવહારમાં આવશ્યક વસ્તુઓની છૂટ રાખી અવશેષ પદાર્થોનો ત્યાગ કરે છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહવૃત્તિને મર્યાદિત કરવા માટે ત્રણ યોગ અને એક કરણથી સ્થૂલ પરિમાણ વ્રતનો સ્વીકાર કરે છે. પરિગ્રહની મર્યાદામાં ઈચ્છાની મર્યાદા થતી હોવાથી શાસ્ત્રકારે તેને “ઈચ્છા પરિમાણ વ્રત' પણ કહ્યું છે. રત્નકરંડ શ્રાવકાચાર'માં પાંચમા અણુવ્રતની પરિભાષા દર્શાવતાં કહ્યું છે કે,
धनधान्यादिग्रंथं परिमाय ततोऽधिकेषु नि:स्पृहता ।
મત પરિદ: ચાવિછાપરમાનામા | દશા અર્થાત્ : ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, ગૃહ, ક્ષેત્ર, વસ્ત્ર આદિ પરિગ્રહનું પરિમાણ કરીને અધિક પરિગ્રહમાં નિર્વાઇપણું તે પરિમિત પરિગ્રહ નામનું વ્રત છે. તેને ઈચ્છા પરિમાણ કહે છે."
‘શ્રી ધર્મસંગ્રહ' માં માનવિજયજી ગણિવરે પાંચમા અણુવ્રતનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે, સઘળા પદાર્થોની મૂર્છારૂપ અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરવા પૂર્વક ઈચ્છાને મર્યાદિત કરવી, તેને પાચમું અણુવ્રત કહ્યું છે.
પરિગ્રહના બે પ્રકાર છે. ૧) સચેત પદાર્થો અને ૨) અચેત પદાર્થો. શ્રાવકો નવ પ્રકારે બાહ્ય પરિગ્રહની મર્યાદા કરે છે.
શ્રી આવશ્યક સૂત્ર અનુસાર નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ નીચે પ્રમાણે છે. (૧) ધન : ધનના ચાર પ્રકાર કહ્યા છે. ૧) ગણિમ = ગણીને લેવાય તે રોકડું નાણું વગેરે. ૨)
ધરિમ = તોળીને લેવાય છે. ગોળ, સાકર વગેરે. ૩) મેય = માપીને લેવાય છે. ઘી, તેલ વગેરે.
૪) પરિછેદ = જે વસ્તુ કસીને કે છેદીને લેવાય છે. સુવર્ણ, રત્ન વગેરે. (૨) ધાન્ય = ચોખા, ઘઉં, જવ વગેરે અનાજ. તેમ જ દાળ, તલ, મગ, મઠ વગેરે. (૩) ક્ષેત્ર = ખેતીવાડી યોગ્ય જમીન. (૪) વાસ્તુ = રહેવા યોગ્ય મકાન, પ્રાસાદ, ઘર વગેરે. (૫) રુપ્ય = ચાંદી, ઘડેલ અને વગર ઘડેલા ચાંદીના દાગીના. (૬) સુવર્ણ = સોનુ, સોનાના દાગીના. (૭) દ્વિપદ = દાસ, દાસી, નોકર-ચાકર, પોપટ, મેના વગેરે પક્ષીઓ. (૮) ચતુષ્પદ = ગાય, ભેંસ, ઘોડા, બકરાં વગેરે. (૯) કુખ્ય = તાંબા, પિત્તળ આદિનાં વાસણો, શયન, વસ્ત્ર, કંબલ વગેરે ઘરવખરીની સાધન
સામગ્રી. આ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહમાંથી ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ પ્રાણી આદિ સચેત પરિગ્રહ