________________
ઢાલ || ૭૬ || દેસી. વીવાહલાની ।। બીજો ઊધાર જાણીઈ।। એ ઢાલ ||
રાગ : હૃદયને આનંદ આપે તેવા સ્વરોના સમુહને રાગ કહે છે. ગેયતાનો આધાર રાગ છે. રાગિણી : રાગની સ્ત્રી. મિશ્ર રાગ. કોમળ સૂરવાળા જુદા જુદા રાગનાં મિશ્રપદોવાળી મધુર રચના. રાગનુ વર્ગીકરણ જુદા જુદા આચાર્યોએ જુદી જુદી રીતે કર્યું છે. પ્રસિધ્ધ રાગ-રાગિણીઓની સંખ્યા ૪૫ જેટલી ગણાય છે.
કવિ ઋષભદાસે આ દેશીઓમાં ગોડી, કેદારો, મેવાડો, શામેરી, રામગ્યરી, સાર્ટીંગ, મારુ, પરજીઓ, મલ્હાર, હુસેની વગેરે ૧૮ રાગ-રાગિણીઓનો ઉપયોગ કર્યો છે. જે તેમની સંગીતજ્ઞતાનું જ્ઞાન કરાવે છે. તેમ જ ક્યાંક ક્યાંક એક ઢાળને ગાવા માટે બે, ત્રણ રાગોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે,
ઢાલ || ૩ ||
ઢાલ || ૪૫ ||
ઢાલ || ૬૬ ||
આંચલી : એક પ્રકારની રાગિણી. ફરી ફરીને ગવાતી કડી. ટેક, આંચણી, ગાયનનો વારંવાર આવતો ભાગ જેમ કે અસ્તાઈ, ટેક, મહોરો. જે નીચેની પંક્તિમાં પ્રતીત થાય છે. ધર્મરત્ન નિં યુગિ કહી જઇ, જસ ગુણ એ એકવીસો રે ।
ઢાલ || ૫ ||
છિદ્રરહીત જે શ્રાવક હોઈ, તસ ચર્ણે મુઝ સીસો રે ।।૪૦।। ધર્મર્ત્ય નિં યુગિ કહીજઇ. આંચલી. ।।
આમ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’ કૃતિની દરેક ઢાળમાં વિવિધ પ્રકારની દેશીઓ સાથે વિવિધ રાગ-રાગિણીઓનું આલેખન કરી કૃતિને મધુર સંગીતથી ભરી દીધી છે.
કવિની શૈલી
દેસી / ભોજન ધો વીરભામનિ રે । રાગ કેદાર ગોડી ।।
દેસી. એમ વ્યપરીત પરૂપતાં ।। રાગ. અસાઓરી સીધુઓ // દેસી. પારધીઆની || રાગ. કેદાર ગોડી ।।
ભારતીય કાવ્ય સિદ્ધાંતમાં કહ્યું છે કે, કવિનું યશઃ શરીર અક્ષય છે. કેમ કે એનું વાણીરૂપ સર્જન એમની કવિતા અમર છે. કવિતા તો માનવ જીવનનું સાર તત્ત્વ છે. માનવ જીવનની ઊર્મિઓ, અભિલાષાઓ, મહેચ્છાઓ અને નિરાશાઓની એ આહ્લાદક અને પ્રેરક ગાથા છે.
કવિ ઋષભદાસની શૈલી વૈવિધ્યમયી, સાદી, સરળ, સંક્ષિપ્ત, મધુર અને સ્પષ્ટાર્થ છે. કવિએ આ કૃતિમાં નિરર્થક શબ્દો, નિરર્થક વિશેષણો કે નિરર્થક અવયવોનો પ્રયોગ કર્યો નથી. એમણે પ્રસાદમયી ભાષા, સરલ ભાવાભિવ્યક્તિત, રસપૂર્ણ સંવાદો અને સુબોધ અલંકારો તથા છંદોના પ્રયોગથી કૃતિને હૃદયગમ્ય બનાવી છે.
‘વ્રતવિચાર રાસ’ કૃતિ સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના આધારે રચી હોવા છતાં, તેની ભાષા શૈલી સરળ છે. તેમની શૈલી વાગાડંબરવિહીન, મધુર અને અસંદિગ્ધ તથા શુદ્ધ હોવાથી સામાન્ય કોટિની વ્યક્તિ પણ એનું યથાર્થ રસપાન કરી શકે તેવી છે. એમની આ કૃતિમાં સમાસોનો પ્રયોગ પણ બહુ જ ઓછો થયો છે.
કવિ ઋષભદાસની વિષય પ્રતિપાદનની શૈલી આલોચનાત્મક, વ્યાખ્યાત્મક અને ભાવનાત્મક
= ૧૨૨૩