________________
ત્રુટક : એટલે ટોટક, સમવૃત્ત છંદ. વર્ણમેળ છંદનો પ્રકાર, જેની નીચેની પંક્તિઓમાં પ્રતીતિ થાય છે. ઢાલ || 9 || - રાય બુઝઈ રવિ સરીખુ, ભામંડલ પૂર્દિ સહી /
જોઅણ સવાસો લગઈ ભાઈ રોગ નસચઈ તે નહી // સકલ વઈર પણિ વિલઈ જઈ સાતઈ ઈત સમંત રે / મારિ સરગી નહીએ નિશ્ચઈ, અતીવ્રષ્ટી નવી હેત રે //૬૨ // અનવૃષ્ટી નહી જિન થકઈ, દૂર્ભખ્ય નહીઅ લગારો /
સ્વચક પરચક ભઈ નહી, એ ગુણ જુઓ અગ્યારો // આમ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં છપ્પય છંદ તેમ જ માત્રામેળ છંદમાં ચોપાઈ, દુહા, ગુટક વગેરે વિવિધ છંદોનો ઉપયોગ કરી રાસની સુવ્યવસ્થિત રચના કરી છે. વિવિધ દેશીઓ તેમ જ વિવિધ રાગોની રચના
દેશી અનેકાર્થક શબ્દ છે. તેના સાત અર્થ ગુજરાતી જોડણી કોશમાં આપ્યા છે. પ્રથમ પાંચ અહીં અપ્રયોજનભૂત છે અને છેલ્લા બેના અર્થ નીચે મુજબ છે,
(૧) સંગીતના પ્રકારમાંનો એક પ્રકાર.
(૨) સંસ્કૃત નહિ પણ પ્રાકૃત છંદ કે પદ્યરચના. દેશી : દેશના ઢાલ, વલણ, ચાલ, એમ જુદા જુદા નામ છે. તે માત્રામેળ તેમ જ લોક પસંદ
ગીતના ઢાળમાં જુદા જુદા રાગમાં ગવાય છે. કનકસુંદર સં. ૧૬૧૭માં રચેલા “હરિચંદ્ર રાસના અંતે કહે છે કે,
રાગ છત્રીરો જજુઆ, નવિ નવિ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહીં જવું નાટક વિણ તાલ. ઢાલ ચતુરા મ ચુકો, કહેજો સઘલા ભાવ,
રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્ય ભાવ. કવિ ઋષભદાસે તે વખતના લોકપ્રિય અને લૌકિક ગીતોની લઢણમાં અનેક નવી નવી દેશીઓ રચી છે. તેમણે પોતાની આ કૃતિ તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય તે માટે વિવિધ પ્રકારની દેશીઓમાં રચી છે. એમની આ કૃતિમાં ઓછામાં ઓછી ૪૯ જેટલી દેશીઓનો પ્રયોગ થયો છે. જેમ કે, ૧) એક દીન સાર્થપતી ભણઈ રે, ૨) નંદનકુ ત્રીસલા હુલરાવઈ, ૩) મનોહર હીરજી રે, ૪) પ્રણમી તુમ સીમંધરુજી, ૫) ચાલી ચતુર ચંદ્રાનની, ૬) નવરંગ વઈરાગી લાલ, ૭) ભાવિ પટોધર વિરનો અને ૮) સાસો કીધો સાંભલીઓ વગેરે લોકભોગ્ય દેશીઓનો પ્રયોગ કર્યો છે.
તેવી જ રીતે કેટલીક ઢાળોમાં એક જ ઢાળને ગાવા માટે બબ્બે દેશીઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે કવિની સંગીત વિશારદતા સિદ્ધ કરે છે. જેમ કે, ઢાલ ||૪રા (૧) દેસી. જે રઈ જન ગતિ સ્મૃભુની // રાગ મલ્હાર //
(૨) દેસી. બીજી કહેણી કરણી / તુઝ લિણિ સાચો //