________________
આપવામાં આવે છે, તેને સમસ્યા કહે છે.
શ્રી હીરાલાલ કાપડિયાના મતે હરિયાલી શબ્દાલંકારનો એક પ્રકાર રૂપ છે.
કોઈક ધાર્મિક, આધ્યાત્મિક તત્ત્વ, વસ્તુવિચારને ચમત્કારિક સમસ્યા રૂપે રજૂ કરતી આ હરિયાલીઓ ઉચ્ચ સ્તરનો બૌદ્ધિક આનંદ આપી જાય છે.
- કવિ ઋષભદાસ પણ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં બુદ્ધિની કસોટીરૂપે આવી સમસ્યાઓનું આલેખન કરી શ્રોતાગણની બુદ્ધિમત્તાની કસોટી ઢાલ-૧૭ પંક્તિ નંબર ૭૧ થી ૭૩, ઢાલ-૫૫ પંક્તિ નંબર ૨૦ થી ૨૩, તેમ જ ઢાલ-૫૯ પંક્તિ નંબર ૭૧ થી ૭૪ કરે છે.
એ સમયે આવી હરિયાળીથી લોકોનું મનોરંજન થતું હતું. એ હેતુથી કવિ ઋષભદાસે અહીં * ઉપર્યુક્ત સમસ્યાનું આલેખન કરી તેમની વિચક્ષણતા અને બૌદ્ધિક ઉચ્ચતાનું દર્શન કરાવ્યું છે. છંદ રચના
૧) છંદ એટલે લઘુ-ગુરુ અક્ષરો અને તેની માત્રાઓને અનુસરી પદબંધ કરેલ વાક્ય. ૨) નિયમિત માપથી મર્યાદામાં રહી મનને આનંદ આપનારી ક્રમબદ્ધ વાણી કે કાવ્ય. ૩) અક્ષર કે માત્રાના મેળથી બનેલી કવિતા, તાલ કે લયબંધ શબ્દની ગોઠવણી.
કવિ ઋષભદાસ વિવિધ છંદોની રચના કરવામાં કુશળ છે. એમણે પોતાની આ કૃતિમાં દુહા, ચોપાઈ, ગુટક વગેરેમાં માત્રામેળ છંદોનો ઉપયોગ કર્યો છે. તો કવિત્ત જેવા છપ્પય છંદનો પણ પ્રયોગ કર્યો છે પરંતુ પ્રધાનતા માત્રામેળ છંદોની જ છે. કવિએ મોટે ભાગે ચોપાઈ અને દુહા છંદનો પ્રયોગ કર્યો છે. જે નીચે પ્રમાણે છે : (૧) છપ્પય છંદ (કવિત્ત)
(સં.) ષટ્ (છ) + પદ (ચરણ) પુ. પિંગળ. છ ચરણ અથવા પદનો એક વિષમજાતિનો (માત્રામેળ) છંદ તેને છપ્પય છંદ કહેવાય જેની ઢાલ- ૧૭ પંક્તિ નંબર ૭૬, ઢાલ- ૧૯ પંક્તિ નંબર ૯૩, ઢાલ- ૨૨ પંક્તિ નંબર ૨૨, ઢાલ- પર પંક્તિ નંબર ૬૯માં પ્રતીતિ થાય છે. (૨) માત્રામેળ છંદ
જેમાં ઓછી વધારે માત્રા ઉપર પદબંધનો આધાર હોય તેવા છંદ. દુહા, ચોપાઈ, ગુટક, કુંડળિયા, સોરઠા, સવૈયા વગેરે માત્રામેળ છંદ કહેવાય. જેમ કે, દુહા : ૫. (પિંગળ) એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તેના દોહા, દોહરા વગેરે નામ છે. જેમ કે, ઢાલ || ૧૩ || કાજ સકલ સીઝઈ સહી, જે ગુરૂ વંદઈ પાય |
ગુરુ ગુણવંતો તે કહુ, પરીસર્ચ ન દોહોલ્યુ થાય //ર૪ // ઢાલ || ૧૭ || એણઈ દ્રષ્ટાંતિ પરિહરો, અનિ દેવ અસાર /
કાંમ ક્યુરોધ મોહિ નડ્યા, તેહમાં કમ્યુ સકાર //૭૭ // ઢાલ || ૩૬ // ધર્મ ક્યા વિન તુ તજે, ઊહિં નાગરવેલિ /
ભમરઈ જિમ ચંપક યુ, પીછ તજ્યાં જિમ ઢેલિ //૧૮ // ચોપાઈ : (સં. ચતુષ્પદી) ૫. (પિંગળ) ચાર ચરણનો એક સમજાતિ છંદ ચોપાઈ છંદ કહેવાય. જે ઢાલ-૨૧ પંક્તિ નંબર ૯ થી ૧૨, ઢાલ- ૫૯ પંક્તિ નંબર ૬૨ થી ૬૫ દ્વારા સમજાય છે.