________________
કડી નંબર ૬૫થી ૬૬માં કવિ ધર્મ તત્ત્વનું સ્વરૂપ બહુ જ ટૂંકાણમાં સમજાવે છે.
જેનો આત્મા નિર્મળ છે તેમ જ આચાર પણ નિર્મળ છે એવા મુનિવરને આરાધવાથી ભવપાર કરી શકીએ. કવિ ધર્મ તત્વનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, કેવળી ભગવંતોએ જે ધર્મ કહ્યો છે તે મારા મનથી સત્ય છે. ધર્મનું મૂળ દયા છે. એ આજ્ઞા સાચી છે. માટે સહુ એક ચિત્તથી આરાધો.
ઢાલ | ૧૭ || ચોપાઈ છે. કુદેવ ફગર કુધર્મ વીચાર, એ ત્રણે તુ જમ્ય અસાર / હરીહર વિઝા મીથ્યા ધર્મ એ તુ છ સમઝી મર્મ //૬૭ // જે દેખીનિ સૂરો ભાઈ, કાયરતણા ત્યાહા પ્રાણ જ પડઈ / તે વહાલું વલિ જેહનિ હોય, સોય દેવ મમ માનો કોય //૬૮ // ઊમયા વાહનનું ભખ્ય જેહ, ઊત્તમ લોકે છડ્યું તેહ / તે ભોજન ભખવા નિ કરઈ, સો સેવ્યું તુઝ ટુ ઊધરઈ //૬૯ // જે જઈ બહુ ઊચઇ શરઈ, એકઈ જાતિ આઠઈ મરઇ / તેહની ઈછયા કરતો દેવ, સુ કીજઇ જગી તેહની સેવ //છ0 // કાંમી નર જસ જોતો ફરઈ, મુનીવર તેહસિં નવી આદરઈ / અસી વસ્ત સાથિ જસ રંગ, તે દેવાનો મ કરો સંગ /I૭૧ // જેણઈ આવિં નર રાતો થાય, મ્યુક્રત કર્યું તે સઘળું જાય / સોય વસ્ત દીસઈ જે કનિં, તે દેવા સ્યુ તારઇ તનિ //૭ર // ભૂગટ જટામ્હા રાખઈ ગંગ, છાનો તેહમ્મુ કરતો સંગ/
ઈસ દેવનું અસ્ય સરૂપ, દેખત કોય મ પડટુ કુ૫ //૦૩ // ઢાલ – ૧૭ કડી નંબર ૬૮થી ૭૩માં કવિએ મિથ્યાદેવ (કુદેવ) ના સ્વરૂપનું વર્ણન આલેખ્યું છે. જેમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે પ્રત્યક્ષ દેખાતાં હોય, અનુભવાતાં હોય તે કુદેવ' છે. તેમને દેવ તરીકે માનવા, તેમને ગુરુ તરીકે માનવા અને તેમનો ધર્મ માનવો તે મિથ્યાત્વ' ગણાય.
કુદેવ, કુગુરુ અને કુધર્મનું વર્ણન આલેખતાં કહે છે કે, કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણે અસાર છે એમ તું જાણ. વિષ્ણુ, મહેશ, બ્રહ્મા વગેરે દેવોનો મિથ્યાધર્મનો મર્મ તું સમજીને છોડ.
કવિ અહીં સમસ્યા દષ્ટાંત આપતાં કહે છે કે, જે જોઈને દેવતાઓ આપસમાં લડે છે, જે કાયર હોય તે ત્યાં પ્રાણ ગુમાવે છે, તે વસ્તુ જેને વળી વહાલી હોય, તેવા દેવને કોઈ માનો નહિ. (૬૮ કડીનો જવાબ: ‘ત્રિશૂળ' હોય એવું સમજાય છે.)
પાર્વતીદેવીના વાહનનું ભોજન જે છે, ઉત્તમ લોકોએ તેને છોડી દીધું છે, તે ભોજન જે કરે છે. તે દેવની આરાધના કરવાથી તારો શો ઉદ્ધાર થશે? (કડી નં. ૬૯નો જવાબ પોઠિયો હોય એવું સમજાય છે.)