________________
પરિગ્રહઈ તે પણી મુનીવર પરીહરઇ, રાત્રીભોજન સો મુની નવી કરઈ // 3. // નવી કરઈ મુનીવર આહાર રાતિ, કઈ કાયનિં રાખતો, વલિ પાંચ અંદ્રીઅ નિં દમતો, વચન અમૃત ભાખતો / ક્રોધ માંન માયા લોભ ટાલઈ, ભાવ સહીત પડિલેહણા કર્ણસીટરી ચર્ણસત્સરી, ધરનાર હોઈ તેહ તણા //૬૩ // સંયમ યુગતા રે મધુર ભાખતા, મન નિ વચનાં કાયા થીર રાખતા // 3. // રાખતા થીર મન વચન કાયા, સીતાદીક પરિસો સહઈ મર્ણાત ઉપસર્ગ સો ખમતા, કર્મ ઈધણ એમ કહઈ | ગુણ સતાવીસ એહ સુધા, મુની અસ્ય આરાધીઈ
અસ્યા ગુરૂના ચર્ણ સેવી, કવી કહઈ નીર્મલ થઈઇ //૬૪ // ઢાલ – ૧૬ કડી નંબર ૬૨થી ૬૪માં કવિ મુનિવરના સત્તાવીસ ગુણોનું આલેખન કરે છે.
કવિ મુનિવરના સત્તાવીસ ગુણોનું આલેખન કરતાં કહે છે કે, સત્તાવીસ ગુણો મુનિવરના સાંભળો, કે જે વિરાધના કરતાં નથી, તે મુનિવર મોટો ગણાય.
| | ત્રુટક છે. મનથી પણ જે મુનિવર વિરાધના (અપરાધ) કરતાં નથી, તેવા મુનિને ગુરુ તરીકે મનમાં ધરવા. જેમણે મનમાંથી કામ, ક્રોધ, માયા અને ઈર્ષ્યા ભર્યા હતાં, તેને ત્યાગી દીધાં છે. મુનિવર બીજાના જીવ હણે નહિ, મુખથી અસત્ય બોલે નહિ, પરાઈ વસ્તુ લઈને પોતાની પાસે રાખે નહિ, બ્રહ્મચર્યથી ચૂકે નહિ. પરિગ્રહપણાનું તે મુનિવર ત્યાગ કરે, વળી રાત્રિભોજન પણ તે મુનિ ન કરે.
| | ત્રુટક | મુનિવર રાત્રે આહાર કરે નહિ, આમ છકાયની દયા પાળે. વળી પાંચ ઈન્દ્રિયનું દમન કરે. મધુર વચન બોલે, ક્રોધ, માન, માયા અને લોભને ટાળે, ભાવસહિત પ્રતિલેખના કરે. કરણસિત્તેરી અને ચરણસિતેરીના ધારક હોય. મન, વચન અને કાયાને સ્થિર રાખે. તેમ જ સંયમયોગ યુક્તાથી મધુર બોલે છે.
|
| ત્રુટક || મન, વચન અને કાયાને સ્થિર રાખે છે, શીત આદિ પરીષહોને સહન કરે છે. મારણાંતિક ઉપસર્ગોને પણ સહન કરે છે. આવી રીતે પોતાનાં કર્મોને ઈંધણની જેમ બાળે છે. આવા શુદ્ધ સત્તાવીસ ગુણો જેમાં છે, એવા મુનિવરની આરાધના કરવી અને આવા ગુરુના ચરણ સેવીને નિર્મળ થવાનું કવિ કહે છે.
દૂહા || નીર્મલ આતમ જેહનો, નીર્મલ જસ આચાર / મુની એહોવો આરાધીઇ, તો લહીઈ ભવપાર //૬૫ // ધર્મ કહ્યો જે કેવલી, તે મોરઈ મનિ સતિ / દયા કુલ આગ્યના ભલી, સહુ એવો એક ચતિ //૬ ૬ //