________________
જે જઈને ઊંચે આસને બેઠા છે. એ એક પ્રકારથી આઠને મારે છે (આઠ કર્મને) પછી તેની ઈચ્છા પણ કરે છે. માટે જગમાં તેની આરાધના શા માટે કરવી? આવા કામી નર તેને (સ્ત્રીને) જોઈને ફરે છે. માટે તેમને ગુરુ માનવા નહિ. આવી વસ્તુ (સ્ત્રી) સાથે જે આનંદ મનાવે છે, તેવા દેવનો સંગ કરવો નહિ. જેના (સ્ત્રીના) આવવાથી જે દેવ આનંદ પામે તેના કરેલાં સારા કાર્યો સઘળાં નષ્ટ થઈ જાય. તે વસ્તુ (સ્ત્રી) જેની પાસે દેખાય છે, દેવ શું તારશે તને? મુગટરૂપી જટામાં ગંગાને રાખી છે. તેમ જ તેની સાથે છાને છપને સંગત કરે છે. ઈશ્વર દેવનું આવું સ્વરૂપ છે. માટે આવું જોઈને કોઈ કૂવામાં પડતાં નહિ. (કડી નં. ૧૭૦થી ૧૭૩નો જવાબ મહેશદેવ છે.)
દૂહા ||
દેવ અવરનિં નામ્ય | કોય ન આવઈ કાંમિ ।।૭૪ ।।
કુષ્ય મ પડસ્યુ કો વલી, અરીહા એક વિનાં વલી,
નમો તે શ્રી ભગવંત નિં, આલિઞ ધર્મ ખોય ।
અંતર અરીહા ઈસમાં, સોય પટંતર જોય ||૭૫ ||
કડી નંબર ૭૪થી ૭૫માં કવિ ‘કુદેવ’ ને બદલે ‘સુદેવ’ અર્થાત્ અરિહંત ભગવંત પર શ્રદ્ધા રાખવાનું કહે છે.
જાણી જોઈને કોઈ કૂવામાં પડશો નહિ અને બીજા દેવનાં નામ લેજો નિહ. એક અરિહંત વિના બીજા કોઈ દેવ કામ આવશે નહિ. માટે અરિહંતને વંદન કરો. જૂઠા લોકો ધર્મને ખોઈ નાખે છે. અરિહંત અને ઈશ્વરમાં અંતર છે. તે ભેદ તું જો.
કવીત ।। કિહા પરબત કિહા ટીબડીબ, કિહા જિનના દાસ કિહા અંબો કિહા આક, ચંદન કયાંહા વનઘાસ । કિહા કાયર કિહા સુર, સમૂદ્ર કિહા બીજાં ખાંબ કિહા ખાસર કિહા ચીર, પેખિ કિહા અવની આભ | કિહા સસીહર નિં સીપનુ, દાતા યરપી અંતરો,
કિહા રાવણ કિહા રામ, કવિ ઋષભ કહઇ દ્રીષ્ટાંતરો ।।૭૬ |
કવિત્ત કડી નંબર ૭૬માં કવિએ અરિહંત અને ઈશ્વર વચ્ચેનું અંતર અનેક રૂપક દ્વારા • બતાવ્યું છે.
ક્યાં પર્વત, તો ક્યાં નાનો ટેકરો, ક્યાં જિનવરનાં દાસ. ક્યાં આંબો તો ક્યાં આંકડો, તેવી જ રીતે ક્યાં ચંદન વૃક્ષ અને ક્યાં વનનું ઘાસ. ક્યાં કાયર તો ક્યાં શૂરવીર, તો વળી ક્યાં સમુદ્ર અને ક્યાં નાનાં ખાબોચિયાં. ક્યાં ખાસડાં અને ક્યાં કિંમતી વસ્ત્ર. તેમ જ જુઓ ક્યાં પૃથ્વી અને ક્યાં આકાશ, ક્યાં ચંદ્રમા ને ક્યાં છીપણું, ક્યાં રાવણ અને ક્યાં રામ તેમ દાનવીર અને કંજૂસમાં અંતર હોય છે. કવિ ‘ઋષભ' આ દૃષ્ટાંતો વડે અરિહંત અને ઈશ્વર વચ્ચે ભેદ દર્શાવે છે.