________________
ર્યો, પણ મહાબલ મુનિએ બધાથી જ્યેષ્ઠ બનવાની લાલચમાં અધિક તપ કર્યું. તેથી જ્યારે બીજા સાધુઓ પારણા કરતા હતા ત્યારે તે પોતાની તપસ્યા આગળ વધારતા જતા હતા અને તે દિવસે તે પારણા કરતા નહિ. આ પ્રકારે છળ (કપટ) પૂર્વક તપ કરવાથી તેમણે સ્ત્રીવેદનો બંધ બાંધ્યો. તેમ જ વીસ સ્થાનોની આરાધના કરી તીર્થંકર નામ ગોત્રનું પણ ઉપાર્જન કર્યું. આમ ઘોર તપસ્યા તથા વર્ષો સુધી સંયમનું પાલન કરતાં કરતાં સાતે મુનિઓએ અનશનપૂર્વક સમાધિમરણ લીધું. આ મહાબલનો જીવ અનુત્તર વિમાનમાંથી ચ્યવીને મિથિલાના મહારાજા કુંભની મહારાણી પ્રભાવતીની કુક્ષિમાં અવતરિત થયા. માતા પ્રભાવતીએ શુભ યોગમાં પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. સમય આવતાં મલ્લિ ભગવંત દીક્ષા અંગીકાર કરે છે તેમ જ છ મિત્રોને પણ પ્રતિબોધિત કરે છે. આમ પૂર્વે કરેલાં કર્મ થકી મલ્લિનાથ ભગવંતને પણ સ્ત્રીવેદે અવતરવું પડ્યું.
: સંદર્ભસૂચિ : જૈનધર્મની મુખ્ય સાધ્વીઓ અને મહિલાઓ - અનુવાદક - ડૉ. કલા શાહ......... ...........૩૨ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૮ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન
..... ૧૯૦ મહારાજા શ્રેણિક ઢાલ-૨૦ કરમિં યુગલ તે નારકી, મલ્લી હુઓ સ્ત્રી વેદો રે /
શ્રેણીક નર્મ્સ સધાવીઓ, કલાવતી કર છેટો રે // ૯૬ // કર્મ કોઈને મૂકતાં નથી. પછી ભલે તે રંક હોય કે રાજા. જૈનધર્મને પામવા છતાં પણ કરેલાં કર્મ ભોગવવાં જ પડે. આ વાત ઉપરોક્ત કડીમાં કવિએ “મહારાજા શ્રેણિક'ના દષ્ટાંતના આધારે સમજાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
મગધ દેશમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. શિકાર કરવામાં તેમને મઝા આવતી.
એક દિવસ શ્રેણિક રાજા જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવી બરાબર નિશાન તાકી શ્રેણિક રાજાએ તીર છોડ્યું. તીર હરણીના પેટમાં ખૂપી ગયું, તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું, હરણી પણ મરી ગઈ.
શ્રેણિક રાજા ઘોડા ઉપરથી ઊતરીને મરેલી હરણી પાસે આવ્યા. દશ્ય જોઈને એ ખૂબ જ ખુશ થયા. ગર્વથી બોલ્યા, “મારા એક જ તીરથી બબ્બે પશુ મરી ગયા! હરણી અને તેનું બચ્ચું પણ! શિકાર આને કહેવાય.” શ્રેણિક રાજાનો આનંદ સમાતો નથી. હર્ષથી તે ઝૂમી ઊઠ્યાં. આથી શ્રેણિક રાજાનું પહેલી નરક ગતિનું કર્મ બંધાઈ ગયું.
ત્યાર પછી શ્રેણિક કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન મહાવીરના પરમ ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ વિષે પૂછે છે ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે, “શ્રેણિક! મરીને તે પહેલી નરકે જઈશ.” શ્રેણિક ગભરાયા. તે બોલ્યા, “પ્રભુ! હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ?' ભગવાને કહ્યું કે, “શ્રેણિક! તે શિકાર કરીને ખૂબ હર્ષ કર્યો હતો.