________________
ગીત-સંગીત સાથે રમતાં તેને કહેવામાં આવતો પ્રાચીન લોકનૃત્ય “રાસની સાથે સંકળાયેલો હોય એમ લાગે છે. પ્રો. વિજયરાય વૈદ્ય ગુજરાતી સાહિત્યની રૂપરેખા'માં રાસ વિષે નીચે મુજબ લખે છે કે, ‘પાસ’ કે ‘રાસો' એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહા, ચોપાઈ કે દેશી નામે ઓળખાતા વિવિધ રાગોમાંના કોઈ એકમાં) રચાયેલું ધર્મ વિષયકને કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય છે, તેવું પણ સમકાલીન દેશ, સ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબું કાવ્ય. વિદ્વાન અનંતરાય રાવળ “રાસ'નાં સ્વરૂપ વિષે નીચે મુજબ લખે છે કે, રાસ એટલે સુગેય કાવ્ય પ્રબંધ. એની રચના વિસ્તારમાં પ્રથમ ટૂંકી અને ઉર્મિ કાવ્ય જેવી પણ સમય જતા આખ્યાન પદ્ધતિની બની. પૂર્વકાલીન લાંબા ગેય કાવ્ય અને અપભ્રંશ મહાકાવ્યના અનુસરણનું એ પરિણામ, અપભ્રંશ મહાકાવ્ય સંધિઓ (સર્ગો)માં વિભક્ત હોય છે. એ સંધિઓ ધીમે ધીમે અદશ્ય થતાં મહાકાવ્યનું સ્થાન કડવાબદ્ધ ગેય કવિતાએ લીધું. એ કવિતા તે રાસ. શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી રાસની વ્યાખ્યા પ્રાચીન રાસ સાહિત્યને આધારે આ પ્રમાણે આપે છે કે, એ ગુજરાતી જૈનસાહિત્યના કાવ્યને “રાસ રૂપે ઓળખવામાં આવે છે જે રાસનો સામાન્ય અર્થ “ધ્વનિ કરવો, લલકારવું'. રાસક્રીડા અને કથા એવો થાય છે. તે ઉપરથી પદ્યકાવ્ય કથાઓને ‘રાસ', “રાસો’ અને ‘રાસા' કહેવાની પ્રથા પડી હોય એવું લાગે છે. રાસાના સ્વરૂપ વિષે મધ્યકાળના સાહિત્ય પ્રકારોમાં શ્રી ચંદ્રકાંત મહેતા લખે છે કે, રાસાઓ નૃત્યમાં ગવાતા અને તેનું પઠન થતું. પંદરમી સદી સુધીના રાસાઓ માત્રામેળ છંદમાં રચાયા છે. ત્યાર પછીના રાસાઓ માત્રામેળ છંદ અને કોઈ ગેય બંધોમાં (દેશી કે શાસ્ત્રીય) રચાયા છે. વિષયવસ્તુ તરીકે પૂર્વકાલીન રાસાઓમાં ધાર્મિક સ્થળોની, તીર્થ સ્થળોની પ્રશસિત તેમ જ મહાન કાર્ય કર્યા હોય એવા ધર્મવીરોની પ્રશસ્તિ આવતી. ચૌદમી સદી પછીના રાસામાં કલ્પિત કથાઓ, પૌરાણિક કથાઓ તેમ જ પ્રચલિત લોકકથાઓને પણ વણી લીધી હતી. શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીના મત અનુસાર રાસ એટલે, “રસાત્મક કાવ્યમ્' એ સૂત્રને લક્ષમાં રાખી જૈન કવિઓ એ એમની કૃતિઓને “રાસ' નામ આપ્યું હોય એમ અનુમાન થાય છે. રાસા સાહિત્યની અભિવૃદ્ધિ થતાં ‘રાસા'નો અર્થ “ગેય-કાવ્ય' થયો. ' જૈન સાહિત્યના સાક્ષર મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં લખ્યું છે કે, “રાસ’ સામાન્યતઃ કથા ઉપર નાયકના યશોગાન કરવા અર્થે રચાતો. એ શબ્દ
ત્યાં વપરાતો તે સિવાયના વિષય પરત્વે રાસા એટલે રસમય શબ્દોમાં પદ્ય ઘટના એ અર્થમાં હવે વપરાયો. જૈન સાહિત્યના સાક્ષર ભોગીલાલ સાંડેસરાના મત અનુસાર આખ્યાન' એ કથાત્મક કવિતા રજૂ કરે છે, એ દષ્ટિએ આ જ પ્રકારની કવિતા રજૂ કરતાં જૂના સાહિત્ય પ્રકાર “રાસ અથવા ‘રાસો' સાથે એને ગાઢ સંબંધ છે. અથવા કહી શકાય કે “આખ્યાન' અને “રાસ' એ
૬)