________________
ગુરુ પાસે ખમત ખામણા કરી સ્મશાનમાં જઈ અનશન આદર્યું. સ્મશાને આવતાં પગમાં કાંટા વાગ્યા હતાં, તેમાંથી લોહી પડવા લાગ્યું આની વાસથી એક શિયાલણ તેનાં બચ્ચાં સાથે ત્યાં આવી. ખૂબ જ ભૂખી હોવાને કારણે લોહી નીકળતાં પગે બટકાં ભરવા લાગી અને ધીરે ધીરે આખું શરીર ફાડી નાખી રૂધિર-માંસની ઉજાણી કરી, છતાં પણ અવંતિકુમાલ ધ્યાનથી જરાપણ વિચલિત ન થયા અને શુભધ્યાનમાં મરણ પામી નલિની ગુલ્મ' વિમાનમાં દેવ થયા. આમ દઢ મનોબળે પરીષહ સહેવાથી ઈચ્છિત સુખ પામ્યા.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતાં હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ ....
ભોજ રાજ ઢાલ-૧૯ પાંડુચુત વન પે રાંમ ઘણિ હુઓ વીયુગ /
મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઈ ભોગ // ૯૩ // ઉપકરોક્ત કડીમાં કવિ કર્મનો સિદ્ધાંત ભોજ રાજા'ના દષ્ટાંત દ્વારા સમજાવે છે કે કર્મ રેખા બલયસી' અર્થાત્ કર્મ રેખા બળવાન છે. રાજા કે રંક સૌને કર્મ અનુસાર ફળ મળે છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
માળવાના રાજા સિંહભટ મુંજને પોતાનો પુત્ર માનીને ઉછેરે છે. મુંજનું પરાક્રમ અને બુદ્ધિવૈભવ જોઈને રાજગાદી પણ મરતાં સમયે તેને સોંપે છે અને પોતાના પુત્ર સિંહલની જવાબદારી પણ સોંપે છે.
મુંજને પોતાના જન્મની ખરી વાત ખબર પડતાં, તેણે માન્યું કે સિંહલ મારો ભાઈ નથી, આથી તેણે તેને પૂરો રંજાડવા માંડ્યો. સિંહલને માલીસ કરાવવાના બહાના તળે તેના અંગો ઉતારી નંખાવ્યાં અને તેની આંખો ફોડી નંખાવી જેલમાં પૂર્યો. આ સિંહલને ભોજ નામનો પુત્ર થયો. તે કલાકુશળ અને ખૂબ તેજસ્વી નીવડ્યો. તેની કુંડલીના ગ્રહો જોતાં વિદ્વાન જ્યોતિષ બોલ્યા કે, “આ છોકરો પંચાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ ગૌડ અને દક્ષિણ પથના રાજા થશે.”
આ વાત મુંજે જાણી. એટલે તેણે ભોજને ચંડાળોને સોંપ્યો અને મારી નાંખવાનો હુકમ આપ્યો. ત્યારે ભોજે ચાંડાલોને કહ્યું, “મને મારવો હોય તો ભલે મારો, પણ મારો સંદેશો મારા કાકાને પહોંચડજે.” સંદશામાં લખ્યું હતું કે, રામ, યુધિષ્ઠિર જેવા મહારાજવીઓ આ પૃથ્વી છોડીને ચાલ્યા ગયા. કોઈની સાથે પૃથ્વી આવી નહિ, પણ રાજ! મને લાગે છે કે તમારાં સુકૃત્યોને સંભારીને પૃથ્વી તમારી સાથે જરૂર આવશે.
મારાઓને પણ દયા આવી. તેથી તેને છોડી મૂક્યો અને સંદેશ કાગળ મુંજને આપ્યો. મુંજને પણ પછી પશ્ચાતાપ થયો અને સાચી બિનાની જાણ થતાં શ્રી ભોજને બોલાવી લાવ્યા અને યુવરાજ પદે સ્થાપ્યો. આમ જેનું મૃત્યુ નિશ્ચિત થયું હતું છતાં કર્મના બળવાન સિદ્ધાંતે ભોજને રાજા બનાવ્યો.
: સંદર્ભસૂચિ : શ્રી જૈન કથારત્ન મંજૂષા - લેખક – પંડિત મફતલાલ ઝવેરચંદ્ર ગાંધી .. ...........................પૃ. ૪૪૭