________________
મુંજ રાજા ઢાલ-૧૯ પાંડુચુત વન પેખે, રાંમ ધણિ હુઓ વીયુગ /
મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઈ ભોગ // ૯૩ // ઉપરોક્ત કડીમાં કર્મનો સિદ્ધાંત દર્શાવવા કવિ ઋષભદાસ ‘મુંજ રાજા'નું દષ્ટાંત આપી સમજાવે છે કે રાજા હોય કે રંક કર્મ કોઈને છોડતાં નથી જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે.
મુંજ રાજા માળવાનો રાજા હતો. સરસ્વતીનો પરમ સેવક હોઈ વિન્શિરોમણિ મનાતો હતો. તે એવો વીર હતો કે કર્ણાટકના રાજા તૈલપને તેણે સોળ વાર હરાવ્યો હતો. તે એવો સ્વરૂપવાન હતો કે તેને લોકો પૃથ્વીવલ્લભ' કહેતા. તે ગીત-વાદ્યાદિ કળાઓમાં નિપુણ હતો. આવા ગુણો, આવો અધિકાર અને આવી વિદ્વતા છતાં તે વિલાસ પ્રિય અને વિષયી હતો.
મુંજે તૈલપને સોળ વાર હરાવ્યા છતાં અભિમાનને ઘોડે ચડેલા મુંજને તૈલપે સત્તરમી વારના યુદ્ધમાં હરાવ્યો અને કેદ પકડ્યો. તૈલપે તેને એક એકાંત મકાનમાં કેદમાં રાખ્યો. ‘પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે તૈલપની વિધવા બહેન મૃણાલવતી મુંજની તપાસ કરવા માટે તેના કેદખાનામાં અવાર-નવાર આવતી. એવામાં બેઉ વચ્ચે પ્રેમ જાગ્યો અને કેદખાનામાં રહ્યો રહ્યો પણ મુંજ વિષય ભોગવવા લાગ્યો. આ બાજુ માળવાના મંત્રી રૂદ્રદામે ગામ બહારથી મુંજના કેદખાના સુધી સુરંગ ખોદી અને મુંજને તે દ્વારા નાસી જવાની સગવડ કરી આપી.
પરંતુ કામદેવ પરવશ થયેલા એવા મુંજે મૃણાલવતીને સાથે લેવા માટે આ વાત તેને કહી. અને મૃણાલવતીએ દગો કરી પોતાના ભાઈને મુંજના સંકેતની વાત કહી દીધી. તેથી નાસી જતો મુંજ - પકડાયો. તેને બંદી બનાવી આખા ગામમાં ફેરવવામાં આવ્યો. તે ભીખ માંગતો ઘેર ઘેર રખડ્યો અને શૂળીએ ચડ્યો. આમ મુંજ જેવા રાજાને પણ કરેલાં કર્મ થકી ભીખ માંગવી પડી.
: સંદર્ભસૂચિ : ૧. કર્તવ્ય કૌમુદી ભાગ-૧ - શતાવધાની પંડિત મુનિરાજ શ્રી રત્નચંદ્રજી .......
પૃ. ૪૨ ઋષભદેવ ઢાલ-૨૦ કરમિ કો નવી મુકીઓ, પેખો ઋષભ જિગંદો રે,
વરસ દીવસ અને નવી કહ્યું, તે પઇઇલો અ મૂણંદો રે //૯૫ // ઉપરોક્ત કડીમાં કર્મ કોઈને મૂકતાં નથી, રાજા હોય કે રંક. બાંધેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. કવિએ “ભગવંત ઋષભદેવના દષ્ટાંત કથાનકના આધારે આ ભાવ આલેખ્યો છે, જે નીચેની કથામાં સમજાય છે.
દીક્ષા લીધા પછી ઋષભદેવ ભગવાનને એક વર્ષ સુધી સૂઝતો આહાર વહોરાવનાર કોઈ મળ્યું નહિ એટલે પ્રભુ ઋષભદેવ સ્વામી નિરાહારપણે આર્ય તેમ જ અનાર્ય દેશોમાં સમતાપૂર્વક વિચરતા રહ્યા.
એક વખત વિહાર કરતાં પ્રભુ હસ્તિનાપુર નગરમાં પધાર્યા. એ નગરમાં બાહુબલીના પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરતા હતા. રાજાના પુત્રનું નામ શ્રેયાંસકુમાર હતું. પ્રભુ હસ્તિનાપુર નગરમાં