________________
મુનિ મેતારજે આકરા તાપ શરૂ કર્યા. ઘણા વખત બાદ રાજગૃહ નગરીમાં આવ્યા. એક મહિનાના ઉપવાસ બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા માટે સોનીને ઘરે પધાર્યા. સોની રાજા શ્રેણિક માટે સોનાનાં જવલાં ઘડતો હતો, તે પડતાં મૂકી ઘરની અંદર આહાર લેવા ગયો. એવામાં કૌંચ પક્ષી આવીને જવલાં ચણી ગયું. સોની બહાર આવ્યો અને જવલાં ન જોતાં મુનિ પર વહેમાયો, એટલે પૂછવા લાગ્યો કે, “મહારાજ! સોનાનાં જવલા ક્યાં ગયા?” ત્યારે મહાત્મા મેતાર્યો વિચાર્યું કે, “જે હું આ કૌંચ પક્ષીનું નામ દઈશ તો આ સોની તેને જરૂર મારી નાખશે. જેથી હિંસાનું પાપ લાગશે અને જૂઠું બોલીશ તો મૃષાવાદનો દોષ લાગશે.” તેથી તેઓ મૌન રહ્યા. આથી સોનીને તેમના પરનો વહેમ પાકો થયો અને તેમને મનાવવા માટે મસ્તક પર ભીનાં ચામડાંનું વાઘરું કસકસાવીને બાંધીને તેમને તડકે ઊભા રાખ્યા. વાઘર સંકોચાતાં મગજ પર લોહીનું દબાણ વધવાથી અસહ્ય પીડા થવા લાગી, પણ તેને કર્મ ખપાવવાની ઉત્તમ તક માની તેઓ કાંઈ પણ બોલ્યા નહિ. મુનિ અંતરથી સર્વે જીવોને ખમાવતા જાય છે. સોનીનો કોઈ દોષ નથી, કૌંચ પક્ષીનો પણ કોઈ દોષ નથી, એમ વિચારતાં સમતાનાં સર્વોત્તમ શિખરે પહોંચી કેવળજ્ઞાની થયા. થોડી વારમાં દેહ ઢળી પડે છે અને મુનિનો આત્મા મોક્ષે જાય છે.
: સંદર્ભસૂચિ : શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ..
પૃ. ૨૩૧
અવંતિકમાલ ઢાલ-૧૫ જંબુક ધરિ ઘર્ણ અતી ભુખી વીકરાલુ /
તેણઈ મુની લખીઓ, કુમર અવંતી બાલો // ૬૦ // ઉપરોક્ત કડીમાં કવિએ ‘અવંતિકુમાલ' દષ્ટાંત કથાનકના આધારે કુમાર અવંતિએ ભયંકર પરીષહને સમભાવે સહ્યો તેનું વર્ણન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
માલવ દેશની ઉજ્જયિની નગરીમાં પિતા ધનશેઠ અને માતા ભદ્રા શેઠાણીની કૂખે અવંતિ સુકમાલનો જન્મ થયો. તેઓ આગલા ભવમાં “નલિની ગુલ્મ' વિમાનમાં સ્વર્ગીય સુખ ભોગવી અહીં જન્મ્યા હતા. અતિ સુખ અને સાહ્યબી તેઓ ભોગવતા હતા. રંભા જેવી બત્રીસ નારીઓને પરણ્યા
હતા. એક વાર ઉજયિની નગરીમાં મુનિ શ્રી આર્ય સુહરિજી મોટા પરિવાર સાથે અશ્વશાલામાં • ઊતર્યા હતા. તેમાંથી બે સાધુઓએ આ ભદ્રા શેઠાણી પાસે રહેવા સ્થાનકની માગણી કરી. રાજી થઈ
ભદ્રા શેઠાણીએ યોગ્ય જગ્યાએ આ બન્ને સાધુઓને ઉતારો આપ્યો. આમાંના એક સાધુ નલિની ગુલ્મ' નું અધ્યયન કરે છે, જે અવંતિ સુકમાલના કાને પડે છે, અને ધ્યાનથી એકાગ્રતાથી સાંભળે છે. સાંભળતા સાંભળતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને સઘળો વૈભવ છોડી તેમની પાસે દીક્ષા લીધી. પછી અવંતિ સુકુમાલ ગુરુજીને હાથ જોડી કહે છે કે, “હું આ તપક્રિયા આ આચાર નહિ પાળી શકું. તમે અનુમતી આપો તો અનશન કરું અને જલદીથી મુક્તિ મેળવું.”
મુનિ મહારાજે – ‘જેમ તમને સુખ ઊપજે એમ કરો' એમ કહી રજા આપી. અવંતિસુકમાલે