________________
રાજગૃહ નગરમાં અર્જુન નામે મળી રહેતો હતો. તેને બંધુમતી નામની સુંદર ભાર્યા હતી. અર્જનમાળીનો નગર બહાર એક મોટો બગીચો હતો. આ બગીચામાં મુદ્ગરપાણિ નામના યક્ષનું મંદિર હતું. અર્જુનમાળી બચપણથી મુદ્ગરપાણિ યક્ષનો ઉપાસક હતો. તે નગરમાં ‘લલિતા' નામની સમૃદ્ધ અને અપરાભૂત મિત્રમંડળી હતી.
એકદા લલિતા ટોળી'ના છ મિત્રો મુદ્ગરપાણિ યક્ષના મંદિરમાં આવી આમોદ-પ્રમોદ કરવા લાગ્યા. અર્જુનમાળી અને તેની પત્ની પણ પુષ્પો લઈ યક્ષના મંદિર તરફ ગયા ત્યારે બંધુમતી તે મિત્રોની નજરે પડી. આ લલિતા ટોળીના છ મિત્રો અર્જુનમાળીને બાંધીને તેની પત્ની સાથે અનૈતિક વ્યવહાર કરવા લાગ્યા. આ જોઈને અર્જુન માળીને વિચાર આવ્યો કે, “જો મુદ્દ્ગરપાણિ યક્ષ ખરેખર અહીં હાજર હોત તો શું મને આ પ્રકારની સ્થિતિમાં પડેલો જોઈ શકત?” તે જ સમયે મુદ્ગરપાણિ યક્ષે તેના શરીરમાં પ્રવેશ કર્યો અને બંધનોને તોડી છ પુરુષો અને બંધુમતીને મારી નાંખ્યા.
( આ પ્રમાણે મુદ્ગરપાણિ યક્ષથી આવિષ્ટ અર્જુનમાળી રાજગૃહ નગરની આસપાસ રોજ છે પુરુષ અને એક સ્ત્રીની ઘાત કરતો. એકદા સુદર્શન શેઠે અર્જુન માળીના શરીરમાં આવિષ્ટ યક્ષને ભગાડ્યું. આથી અર્જુનમાળી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કરીને, પ્રભુને વંદન, નમસ્કાર કરીને કહે છે, “હે પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું યાવત જીવન છઠ્ઠના પારણે છઠ્ઠ તપસ્યાથી આત્માને ભાવિત કરતો વિચરીશ.” આ પ્રમાણે પ્રભુની આજ્ઞા મેળવી વિચરવા લાગ્યા.
- ત્યાર પછી અર્જુન મુનિ છઠ્ઠના પારણે ગોચરી માટે જતાં ત્યારે નગરના સ્ત્રી, પુરુષો, વૃદ્ધો, યુવાનો તેમને હત્યારા કહીને ધુત્કારતા, તો કોઈ ગાળો આપતાં. ઈંટ, પથ્થર, લાકડી આદિથી મારતાં. આમ બધાંથી તિરસ્કૃત થવા છતાં અર્જુન મુનિ તેમના ઉપર દ્વેષ કરતાં નહિ અને બધા પરીષહોને સમ્યક રીતે સહન કરતાં છ માસ સુધી ચારિત્રનું પાલન કરી અર્ધમાસિકી સંલેખના કરી સિદ્ધ ગતિને પામ્યા.
: સંદર્ભસૂચિ : શ્રી અંતગડદશા સૂત્ર વર્ગ-૬/અ./૩ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.....
......... પૃ. ૧૧૬
મુનિ મેતારજ ઢાલ-૧૫ વાઘર પણિ વીર્ય, મુની મેતારજ સીસો /
તોહઈ પણિ નાવી, દૂર્જન ઊપરી રીસો // ૫૯ // ઉપરોક્ત કડીમાં કવિએ “મુનિ મેતારજ'ના દષ્ટાંત કથાનકના આધારે મુનિ મેતારજે અસહ્ય વેદનાને સમભાવે સહન કરી આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે.
મેતારજ મુનિ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા, પણ રાજગૃહીના એક શ્રીમંતને ત્યાં ઊછર્યા. પૂર્વભવના મિત્રદેવની સહાયતાથી અદ્ભુત કાર્યો સાધતા મહારાજા શ્રેણિકના જમાઈ થયા. બાર વર્ષ સુધી લગ્ન-જીવન ગાળી અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે સંયમ લીધો.