________________
સ્પષ્ટપણે આ ધર્મમાં જૈનદર્શનમાં દર્શાવેલ વ્રત જોવા મળતાં નથી. પરંતુ વ્રત સાથે સામ્ય ધરાવતી દશ આજ્ઞાઓ જોવા મળે છે. જેમ કે મા-બાપનો આદર કરવો, કોઈ જીવને ન મારો, ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, જૂઠા સાક્ષી ન બનો, પોતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરો, અઠવાડિયે એક દિવસ રજા પાળો, જગતકર્તા ઈશ્વરની મૂર્તિ ન રચો વગેરે આજ્ઞાઓ યહૂદીઓ માને છે.
| બાઈબલમાં શ્રધ્ધા, આશા અને ઉદારતા એ ત્રણ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઉપર શ્રધ્ધા રાખો તો તમારું કામ થશે. સારી આશા રાખી સારું વર્તન કરો. બીજા પ્રત્યે માયાળુ બનો અને દાન કરો.
તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો. શાપ દેનારને આશીર્વાદ આપો. અપમાન કરે તો એમના માટે પ્રાર્થના કરો. જે કોઈ તમને તમાચો મારે એમની સામે બીજો ગાલ ધરો. જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો એટલો જ પ્રેમ તમારા પડોશીઓને કરો. બાળકની જેમ નિષ્પાપી બનો. આમ દરેક ધર્મમાં સદાચારી, પ્રેમ, ક્ષમા, કરુણા વગેરે ગુણોનો સમાવેશ થયેલ છે.
અતઃ ભારતીય દર્શન સાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષ પ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે. મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ સાથે શ્રદ્ધા પર ભાર મૂકવાથી તેમ જ વિવેક સાથે વ્રત નિયમ અને નીતિમત્તા પર લક્ષ રાખવાથી આ પરંપરા સ્વપરના કલ્યાણનું કારણ બનશે.
*
**
”
૬.
: સંદર્ભસૂચિ : નિરુક્ત શબ્દકોશ - આચાર્ય યાસ્ક ...........
......શ્લોક ૨/૧૩ જૈન આચાર મીમાંસા - સાધ્વી પીયૂષપ્રભા................
..................... જૈનેન્દ્ર સિધ્ધાન્ત કોશ-૩ - મુ. જિનેન્દ્ર વર્મી ...........
.................... પૃ. ૨૦૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુતસ્કંધ/૨/૫/૮ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .................. પૃ. ૨૩૬ ભગવતી આરાધના (વિજયોધ્યા ટીકા) ગાથા ૧૧૭૯ - આચાર્ય શ્રી શિવાર્ય........................ પૃ. ૫૦૩ શ્રી ઉપાશકદશાંગ સૂત્ર - અધ્યયન ૧/૪૭ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ................. પૃ. ૨૮ જૈન તત્ત્વ પ્રકાશ - પૂજ્યશ્રી અમોલખ ઋષિ .........
.............. પૃ. ૪૦ર-૪૦૩ યોગશાસ્ત્ર - દ્વિતીય પ્રકાશ પર - હેમચંદ્રાચાર્ય વિરચિત - અનુવાદક - મ. શ્રી. કેશર વિજયજી ગણિ
.......................................................... પૃ. ૧૦૮ ધર્મસંગ્રહ-ભાગ-૧ વિ.-૨ ગાથા ૩૨થી ૩૪ - ગ્રંથકાર – શ્રી માનવિજયજી ગણિવર ...... પૃ. ૧૯૯-૨૦૦ શ્રી આવશ્યક સૂત્ર – પરિશિષ્ટ-૨ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ....... .............. પૃ. ૨૧૮ શ્રી રત્નકરંડશ્રાવકાચાર-ચોથો અધિકાર/૧૧૫ - અનુવાદક – કાંતિલાલ ઈશ્વરલાલ શાહ........... શ્રી સ્થાનાંગ સૂત્ર ૧/૧/૯ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન........
૧૫૪ આહાર શુદ્ધિ પ્રકાશ – પ્રકાશક – શ્રી વર્ધમાન સેવા કેન્દ્ર ............................................ પૃ. ૧૭૭
- ૧૧. ૧૨. ૧૩.
نعم نعم نعم شعبہ
૩૮0