________________
ભણવી. એ દરેકને માટે ફરજિયાત છે. વૈદિક પરંપરા અનુસાર સંન્યાસાશ્રમ પણ બ્રહ્મચર્ય વ્રતનું બીજું રૂપ કહી શકાય.
વૈદિક પરંપરામાં પરિગ્રહ પરિસીમા વિષેનું સૂચન જોવા મળે છે. ભિક્ષુ માટે માટીના ભિક્ષાપાત્ર, જલપાત્ર, પાદુકા, આસન, પાણીને ગાળવાનું વસ્ત્ર વગેરે સીમિત વસ્તુઓ રાખવાનું વિધાન છે પરંતુ ધાતુના પાત્ર રાખવાનું નિષેધ છે. તેમ જ પરિગ્રહનો મૂળ આસક્તિ ભાવને છોડવાનું વિધાન છે. તેમ જ વૈદિક પરંપરા પ્રમાણે વાનપ્રસ્થાશ્રમ વ્યવસ્થા અપરિગ્રહનું બીજું રૂપ છે.
તેવી જ રીતે મનુસ્મૃતિ આદિમાં દશ ધર્મોનું વર્ણન મળે છે. જેમ કે, ૧) ધૈર્યથી વર્તવું, ૨) સહનશીલ રહેવું, ૩) મનને તાબામાં રાખવું, ૪) કોઈને આપ્યા સિવાય તેની વસ્તુને હાથ ન લગાડવો, ૫) કોઈ પણ વસ્તુની અથવા કોઈની સાથે વધારે આસક્તિ ન રાખવી, ૬) શરીર અને ઈન્દ્રિયોને સંયમમાં રાખવાં, ૭) પોતાનાં બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવો, ૮) પોતાના જ્ઞાનમાં વધારો કરવો, ૯) હંમેશાં સાચું બોલવું અને ૧૦) ક્રોધ ન કરવો.
આ દશ ધર્મો જૈનદર્શનમાં દર્શાવેલ મુનિના દશ ધર્મો વચ્ચે સામ્યતા દર્શાવે છે. આમ વૈદિક પરંપરામાં પણ વ્રત-તપ આદિ વિધાનને મહત્ત્વ અપાયું છે. ઈસ્લામ ધર્મ અને વ્રતનું સ્વરૂપ
ઈસ્લામ ધર્મ એ હિંસાનો નહિ અહિંસાનો ધર્મ જ છે. પવિત્ર કુરાનમાં માંસાહારનું નહિ શાકાહારનું મહત્ત્વ છે અને ગાયને તો કુરાને માતા ગણીને એના દૂધને અમૃત કહ્યું છે. ઈસા મસિહાએ પ્રેમ, અહિંસા અને જીવદયાના પ્રચાર-પ્રસારને ગતિ આપી છે.
(૧) અહિંસાનું સ્વરૂપ દર્શાવતાં કુરાનમાં કહ્યું છે કે, એક મનુષ્યને બચાવવો એટલે જગતને બચાવવું. મૈત્રી માટે તૈયાર રહો. ન્યાય કરતાં ક્ષમા મોટી. પડોશી ધર્મનું પાલન કરો. વગેરેનાં સૂત્રો પ્રચલિત છે.
(૨) સત્યાસત્ય વિવેક રાખો. સત્ય અસત્યની ભેળસેળ ન કરો, વાણી તેવું વર્તન રાખો. નિંદા ન કરો, ધર્મ નિંદા સાંભળવી નહિ વગેરે સત્યનું સ્વરૂપ દર્શાવતાં વિધાનો રહેલાં છે.
(૩) “અસ્તેય'નું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે, સાચા માપ-તોલ રાખવા, છેતરપિંડી ન કરવી, વ્યાજનો નિષેધ વગેરે વિધાનો છે.
(૪) બ્રહ્મચર્યના અનુસંધાનમાં શીલ રક્ષાનો બોધ તેમ જ અંતબાહ્ય પાપ ટાળવાનું પણ કહે છે.
(૫) અસંગ્રહનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, દાન ઉત્તમ વસ્તુનું કરવું, કૃપણતામાં હાનિ છે, અખ્યાપિત દાન કરવું, તેમ જ અયાચિત દાન આપવું વગેરે વિધાનો જોવા મળે છે. આ ઉપરાંત મદ્ય નિષેધ, માનવતા, સભ્યતા, શિષ્ટાચાર જેવા નિયમો પણ માન્ય છે કે જે જૈનદર્શનના વ્રતો સાથે સામ્ય ધરાવે છે. ખ્રિસ્તી ધર્મમાં વ્રતનું સ્વરૂપ
ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે. ખાસ તો આ ધર્મના મૂળમાં માનવસેવા રહેલી છે.
૩૭૯
–