________________
કાજલ બહુણી આંખ્યું કસી, તુબ વ્યહણી વેણા જસી / પૂરાતન વ્યણ પૂરખ જ જસુ, સમીત વ્યહુણો ધર્મ જ અસ્યુ //૦૩ // જઈનધર્મ નિં સમકીત સાથિ, પોત ભલઈ જિમ નાના ભાતિ / રૂપ ભલું નિં વચન વીસાલ, ગલઈ ગાન નિં હાથે તાલ //૭૪ // કનક કલસ નિ અમૃત ભર્યુ આગઈ શંખ અનિં પાખરૂં / * દૂધ કચોલઈ સાકર પડી, સમકત સુધઈ જે આખડી //૭૫ // એ સમકિતનું એહેવું જોર, જેથી નાવઈ મીથ્યા ચોર / ખાયક શમકીતનો જે ઘણી, તેણઈ દૂરગતિ નારી અવગણી II૭૬ // ખાયક સમીત પાંમઈ તેહ, સાત બોલ ખઈ ઘાલઈ જેહ / ક્રોધ માંન માયા નિં લોભ, પહઇલું એહનો કિજઈ ખોભ //૭૭ // અનંતાનાબંધીઆ એ ચ્યાર, ગણિ બોલનો કહુ વીચાર / સમકીનમોહની પહઇલી કહું, મીથ્યાતમોહની બીજી લહુ /૦૮ // મીષ્ટમોહની જે નર તજઈ, ખ્યાયક સમકીત સો પણિ ભજઈ / સુત્ર સીધાંત તણી એ વાત, સાચા બોલ કહુ એ સાત //૭૯ // વલી સમકતની સુણ જે વાત, મધ્યાધર્મ ન કીજઈ ભ્રાત /
અતિ દોહોલિ આવ્યું છઈ એહ સુણજે બોલ કહુ છુ તેહ //૮૦ // ઢાલ - ૨૫ કડી નંબર ૭૦થી ૮૦માં કવિએ સમ્યકત્વની આવશ્યકતા જુદાં જુદાં ઉદાહરણો દ્વારા બતાવી છે, તેમ જ તેનો મહિમા વર્ણવી ક્ષાયિક સમ્યકત્વનું સ્વરૂપ સમજાવ્યું છે.
કવિ સમ્યકત્વની આવશ્યકતા જુદાં જુદાં ઉદાહરણો દ્વારા બતાવતાં કહે છે કે, જેમ સમતા વગર તપ નકામો છે તેમ સમકિત વિના ધર્મ અસાર છે. જેમ ઘી વિના જેવાં લાડૂ હોય, વેણી વિના જેવાં શણગાર હોય, કાજળ વગર જેવી આંખડી હોય, તુંબડી વિના જેવી વીણા હોય, પુરુષાતન વિના જેવો પુરુષ હોય, એવો જ સમકિત વિના ધર્મ હોય. જેમ કપડું તેની જુદી જુદી ડિઝાઈનથી (ભાતથી) શોભે, રૂપ સારાં વચનોથી શોભે, ગળાનો સુંદર અવાજ હાથના તાલથી શોભે, તેમ જૈનધર્મ સાથે સમકિત હોય તો વધુ શોભે છે. તેવી જ રીતે જેમ સોનાના કળશમાં અમૃત ભર્યું હોય, શંખની બન્ને બાજુ સાજ-શણગાર હોય, દૂધના કચોળામાં સાકર નાંખી હોય તેમ શુદ્ધ સમકિતની સાથે આખડી-બાધા લીધી હોય તો તેની શોભા વધે છે.
કવિ સમકિતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, આ સમકિતનું એવું બળ છે કે જેનાથી મિથ્યાત્વરૂપી ચોર આવતો નથી અને જે ક્ષાયિક સમકિતનો ધણી છે તેનાથી દુર્ગતિરૂપી નારી દૂર રહે છે. જે સાત બોલનો-પ્રકૃતિનો ક્ષય કરે છે, તે ક્ષાયિક સમ્યકત્ત્વ પ્રાપ્ત કરે છે. ક્રોધ, માન, માયા અને