________________
લોભનો પ્રથમ ક્ષય કરવો. આ ચાર અનંતાનુબંધી કષાયો છે. ત્રણ બોલનો વિચાર હવે કહું છું. જેમ કે સમકિત મોહનીય પહેલી કહી છે, મિથ્યાત્વ મોહનીય બીજી લો અને ત્રીજી મિશ્ર મોહનીય છે. જે નર આ સાત પ્રકૃતિને ત્યજી દે છે તેનું ક્ષાયિક સમકિત આવી રીતે શોભે છે. સૂત્ર સિદ્ધાંતમાં પણ આ વાત કહી છે. તેના આ સાચા સાત બોલ કહું છું.
વળી સમકિતની વાત સાંભળજો, ભાઈઓ મિથ્યાધર્મ કરજે નહિ. અતિ મુશ્કેલથી સમકિત પ્રાપ્ત થયું છે તેના બોલ (વચન) કહું છું તે સાંભળજો.
ઢાલ | ૨૬ || દેસી. સાસો કીધો સાંમલીઆ // રાગ. ગોડી // એમ કાયા વલી કહઈ કંતનિજીવ કહુ તુઝ વાત / સમકત કૂલહુ તુ અતી પાંખ્યું, સુણિ તેહનો અવદાલ //૮૧ // કાલ અનંતો ગયુ નીગોદિ, નીસરવા નહી લાગ // અકામ નીર્જરા ઈં તુઝ કાઢ્યું, કરમિં દીધો ભાગ //૮૨ // બાદર નીગોદમાંહિ તું આવ્યું, કંદમુલહા વાસ / છેદન ભેદન તિહા દૂખ પામ્ય, કહઈ કોહોની તીહા આસ //૮૩ // પરતેગ વનસપતીહા આવ્યુ, તીહા પણિ અંી એક | પણિ દૂખ ભોગવતાં તુ પાંડુ, ચંદ્રી દોય વસેક TI૮૪ // 2અંદ્રી ચોરટ્રી માંહે હૈં, તિં ખપીઆ બહુ કર્મ |
પંચ્યદ્રી તુ થયુ પસુહાં, માનવ વ્યન નહી ધર્મ //૮૫ // ઢાલ - ૨૬ કડી નંબર ૮૧થી ૮૫માં કવિએ અનંતા કાળ સુધી સંસારમાં જીવે કરેલી રઝળપાટનું આલેખન કર્યું છે.
અહીં કવિ જીવને સંબોધીને કહે છે કે, આમ તો વળી આ શરીર તેના સ્વામીનું (જીવનું) છે. માટે જીવ તારી વાત કહું છું. તે અતિ દુર્લભ એવું સમકિતને કેવી રીતે મેળવ્યું છે તેનો વૃત્તાંત સાંભળ. તારો અનંતોકાળ નિગોદમાં ગયો. ત્યાંથી બહાર નીકળવા માટે કોઈ ઉપાય હતો નહિ, પણ અકામ નિર્જરાએ તને બહાર કાઢ્યો. આમ અકામ નિર્જરાના ફળરૂપે તું બાદર નિગોદમાં આવ્યો. ત્યાં પણ તું કંદમૂળમાં રહ્યો. છેદન-ભેદન વગેરેથી ખૂબ દુ:ખ પામ્યો પરંતુ ત્યાં કોની આશા હોય? આમ ત્યાંથી દુઃખ ભોગવીને પ્રત્યેક વનસ્પતિમાં આવ્યો અને એક ઈન્દ્રિયપણું મેળવ્યું. આમ દુઃખ ભોગવતાં ભોગવતાં વિશેષમાં બે ઈન્દ્રિય મેળવી. તેવી જ રીતે ત્રણ ઈન્દ્રિયમાં, ચાર ઈન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ઘણાં કર્મ ખપાવ્યાં અને આમ કર્મ ખપાવતાં પંચેન્દ્રિયમાં પશુ તરીકે જન્મ લીધો. પરન્તુ માનવ-ભવ વગર ધર્મ મળતો નથી.