________________
દૂહા | માનવ ભવ તું પામીઓ, તેહમા ઘણો વીચાર | અર્ય દેસ કુલ ગુરૂ વ્યનાં, કઈ કિમ પાંમીશ પાર //૮૬ // અંદ્રી પાંચ વ્યનાં વલી, કિમ સાધઈ જિન ધર્મ /
સધણાં બેન નવી તરઈ, સુણયુ તેહનો મર્મ //૮૭ // કડી નંબર ૮૬ થી ૮૭માં કવિએ મનુષ્યત્વની દુર્લભતાના દશ બોલનો નામોલ્લેખ કર્યો છે.
કવિ કહે છે કે, હે જીવ! તને માનવભવ તો મળ્યો પણ એમાં ઘણો વિચાર રહેલો છે. આર્ય દેશ, ઉત્તમ કુળ અને ગુરુ વિના કેવી રીતે પાર પામીશ? વળી પાંચ ઈન્દ્રિય વગર જિનધર્મને કેવી રીતે સિદ્ધ કરી શકીશ, તેમ જ શ્રદ્ધા વગર આ સંસાર તરી શકાશે નહિ માટે તેનો મર્મ સાંભળ.
ઢાલ | ૨૭ | દેસી. ચંદામ્યની. //. ભવે માંનવ લહિ ર્ કરીઇ, દેસ અનાર્ય જે અવતરીઇ / આર્ય દેસ લહિં મમ હરખો, નીચ કુલ ઇસ્યુભ તે પરીખો //૮૮ // ઊતમ કુલને પામ્યો યોગો, ફૂલહો અંદ્રી ધન સંયોગો / અંદ્રી ભોગ લ ટુ હરીખો, ગુરૂ ન મલ્યુ જો ગઊતમ સરીખો //૮૯ // કુગુર મલ્યુ તસ કુગતિં પાડ્યું, ભવઅર્ણવ્હાં સોય જમાડ્યું / ભમતાં ભમતા કરમેિં કહ્યું, જિવુિં સુગુરૂ સહી મેટાડ્યું //૯૦ // સુગર વયણ સુણવા નવી આવઈ, આવઈ તો કાંઈ ચીત ન ભાવમાં / ભાવઈ તો તુઝ સમકીત થાવ, વહઇલ મુગતિ તે નર જાવઈ //૯૧ // એમ સમકીત પામ્ય અતી દોહોલ્યું જેણઈ આવુિં અતી થાઈ સોહોલ્યુ / સો સમકીત કાં હારો ભાઈ, સુગરૂ સીખ દીઈ હીતદાઈ //૯૨ // નવનીધિ ચઊદરયણ હઈ હાથી, મણિ મુગતાફલ મહઇલા માતિ / સૂર પદવી લહઈ તાં નહી વારો, સમકાત દૂલહુ સહી નીરધારો //૯૩ // તેણઈ કાર્ય રાખો મન ઠામ્ય, મ ચલુ દેવ અવર નિં નામ્ય /
જિન વિન કો નવી આવઇ કામ્ય, સમકતથી રહીઈ સીવગાંગ્યુ //૯૪ // ઢાલ – ૨૭ કડી નંબર ૮૮થી ૯૪માં કવિ મહાભાગ્યોદયે મનુષ્ય જન્મ તેમ જ સમ્યકત્વ મળ્યાં હોય તેને વેડફી ન દેવાં આવી શીખ દશ બોલ દ્વારા આપે છે.
દશ બોલ દ્વારા સમકિતનું મહત્ત્વ બતાવતાં કહે છે કે, અનાર્ય દેશમાં માનવ તરીકે જન્મ મળે તો આવો માનવ ભવ શા કામનો. વળી કર્મોદયે આર્ય દેશ પણ મળી જાય તો આનંદ પામશો નહિ. ત્યાં નીચા કુળમાં જન્મ મળે તો અશુભ કર્મને તપાસો. વળી ઉત્તમ કુળના યોગો તેમ જ દુર્લભ