________________
અનંત તીર્થંકર જે હવા એ, તેણઇ મુખ્ય ભાખ્યું દાંન । એ.
જેણઈ ધરમેિં દાન વારી એ, તિહા નહી તેજ નઈં વાન ।।૭૦|| એ દાન.
ઢાલ – ૨૪ કડી નંબર ૬૨થી ૭૦માં કવિએ દાનનો મહિમા બતાવ્યો છે. દાન થકી જ નવનિધિનું સુખ, રાજ્યરિદ્ધિના સુખભોગ તેમ જ તીર્થંકર ગોત્ર બંધાય. તે આગમિક દૃષ્ટાંતો વડે આલેખ્યું છે.
દાનનો મહિમા બતાવતાં કહે છે કે, જે દાન થકી નવ પ્રકારના નિધિનું સુખ પ્રાપ્ત થાય, રાજ્યરિદ્ધિના સુખભોગ મળે, એ દાનને વખાણવું. દાન થકી સુંદર સોહામણું રૂપ મળે, દાન થકી બધા જ સંયોગ પ્રાપ્ત થાય, એ દાનને વખાણવું. વળી દાન થકી અતિ સારી સ્ત્રી મળે, એ દાન થકી અનેક બંધુઓ મળે. તો દાન થકી ઉત્તમ કુળ મળે કે જે મોટા કુટુંબવાળું હોય. તો દાનથી ઘી નાંખેલા દાળ, ચોખા જેવું ઉત્તમ પ્રકારનું ભોજન, વિવિધ પ્રકારનાં વસ્ત્ર અને વિવિધ મનને ગમે એવાં પાન-બીડાં મળે છે.
દાનનાં ફળરૂપે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. દાન થકી દ્વારે કલ્પવૃક્ષ પણ મળે છે. આમ દાન થકી જગમાં ઘણી કીર્તિ મળે છે અને લોકો ઘણું સન્માન આપે છે. માટે જ આ સંસારમાં દાન સૌથી મોટું ગણાય છે. એ દાનના મહિમા વડે હાથી, ઘોડા વગેરે પ્રાપ્ત થાય છે અને અસંખ્ય સુભટો સેવા કરે છે. તેમ જ ઓટલાં પર ઉમંગથી બે હાથ જોડી ઊભા રહે છે.
અહીં કવિ ‘સંગમ’નું દૃષ્ટાંત આપતાં કહે છે કે, એ દાની સંગમને વખાણું છું કે જેણે ખીર, ખાંડ અને ઘીનું ઉત્કૃષ્ટ ભાવે દાન આપ્યું હતું. તે બીજા ભવમાં શાલિભદ્ર પણે ઉત્પન્ન થયો અને મનુષ્ય ભવમાં દેવતા જેવા સુખ પામ્યો. વળી ‘નયસાર’નું દૃષ્ટાંત આપતાં કહે છે કે, વનમાં મુનિને અન્ન-પાણી આદિ ભિક્ષા વહોરાવી તે દાની ‘નયસાર’ હતો. દાન થકી તેણે ઘણી સંપત્તિ મેળવી તેમ જ તીર્થંકર ગોત્રનું પુણ્ય મેળવ્યું. આમ સુપાત્ર દાન આપવાથી નક્કી મોક્ષ લઈ શકાય છે. તેવી જ રીતે ઘણી અનુકંપા રાખવાથી તેને કીર્તિ અને સુખભોગ મળે છે, એમ જિન ભગવંતો કહે છે. આમ અનંત તીર્થંકર ભગવંતો જે આગળ હતાં તેમનાં મુખે પણ દાનનો મહિમા કહ્યો છે જે ધર્મમાં દાનને નકાર્યું છે તે ધર્મમાં તેજ નથી તેમ જ તે ધર્મનું સન્માન પણ નથી.
દૂહા ||
દાંન સીલ તપ ભાવના, ભેદ ભલા વલી ચ્યાર ।
સમકીત સ્યુ આરાધીઇ, તો લહીઈ ભવપાર ।।૭૧ ||
કડી નંબર ૭૧માં કવિએ ધર્મના ચાર ભેદનાં નામ તેમ જ સમક્તિ વડે ભવપાર કરી શકાય તે વાત બતાવી છે.
કવિ ટૂંકમાં ધર્મના ચાર ભેદનાં નામ બતાવતાં કહે છે કે, દાન, શીલ, તપ અને ભાવના. આ ચાર વળી ધર્મના ભેદ છે અને શુદ્ધ સમકિતની આરાધના કરીએ તો ભવપાર લઈએ. ઢાલ ।। ૨૫ || ચોપઈ ।।
જિમ સમતા વિન તપ તે છાહાર, તીમ સમકીત વિણ ધર્મ અસાર | ધ્યરત વ્યહુણો લાડુ જસ્યુ, વેણિ વ્યનાં શણગાર જ કર્યુ ||૭||
૧૧૩