________________
તાત્વિક વિચાર કરવો એ બુદ્ધિનો સાર છે અને વ્રતોનું (સંયમનું) પાલન કરવું એ દેહનો સાર છે.
ઘણા કહે છે કે, નિયમ બંધનરૂપ છે, એનાથી આપણે બંધાઈ જઈએ છીએ. જ્યારે ઠંડી લાગે છે ત્યારે આપણે સ્વેટર અથવા શાલનો ઉપયોગ કરીએ છીએ, તો શું તે આપણને બંધન લાગે છે? નહિ, તે આપણા શરીરની સુરક્ષા કરે છે. એવી જ રીતે નિયમ બંધન નહિ, પણ આત્માની સુરક્ષા માટે છે.
બા. બ. ઉજજવળકુંવરજી મહાસતીજીએ “ઉજ્જળવાણી'માં વ્રતની આવશ્યકતા દર્શાવતા કહ્યું છે કે, જેમ સરિતાના સતત ગતિશીલ પ્રવાહને નિયંત્રિત કરવા માટે બે કિનારા આવશ્યક છે. એવી જ રીતે જીવનને નિયંત્રિત, મર્યાદિત અને ગતિશીલ બનાવવા માટે વ્રતોની આવશ્યકતા છે. ૧૦૨ વર્તમાન યુગમાં વ્રતોની ઉપયોગિતા (વ્યવહારથી) - આજે દુનિયાના લોકો એક તરફ ભૂકંપ અને આતંકવાદના ભયથી મરવાના વાંકે જીવી રહ્યા છે. તો બીજી બાજુ કપ્યુટરથી લઈને ઈમેઈલ, વેબસાઈટ, ફેસ, ફોન, મોબાઈલ જેવાં અનેક આધુનિક ઉપકરણો દ્વારા દુનિયાના દેશો નજીક આવી રહ્યા છે, છતાં પણ માનવ-માનવ વચ્ચેની ભેદ રેખાઓ વધતી જાય છે. ભૌતિક સુખ માણતો માનવી માનસિક તાણમાં ખેંચાઈ ગયો છે. ધર્મને બદલે અધર્મ, સત્યને બદલે અસત્ય, પ્રેમને બદલે વેર અને મિત્રતાને સ્થાને દુશ્મની આજના વર્તમાન સમયમાં જોવા મળે છે.
- આજે જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, શેઠ-નોકર વચ્ચે, મજુરમાલિક વચ્ચે, શોષક અને શોષિત વચ્ચે ઘર્ષણો ચાલી રહ્યાં છે. ઉંદર-બિલાડી જેવો સંબંધ જ્યાં જુઓ ત્યાં દેખાય છે. આ વિસંવાદિતા દૂર કરવા માટે સામ્રાજ્યવાદ, શાહીવાદ, સમાજવાદ કે સામ્યવાદ મથામણ કરી રહેલ છે પરંતુ એક અનિષ્ટ દૂર કરતાં બીજું અનિષ્ટ પ્રવેશી જાય છે. આમ આ બધા અનિષ્ટ-તત્ત્વોનું મૂળ તપાસવામાં આવશે તો લાગશે કે આજે ગૃહસ્થાશ્રમી જીવન આ વ્રતોના પાલનથી વેગળું થતું જાય છે. આ બધાં જ અનિષ્ટો દૂર કરવાનો એક જ રામબાણ ઉપાય 'વ્રત'માં રહેલો છે.
વર્તમાનમાં આપણી માંગ પેટ્રોલ છે, તો પછીની માંગ હશે પાણી! જે ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થશે તો સંભવતઃ તેનું કારણ પાણી રહેશે. આ પાણીના અતિ દુર્બયનું સમાધાન પણ ‘વ્રતોમાં સમાયેલું છે.
આજે લોભામણી જાહેરાતોના માધ્યમથી ઉપભોક્તાવાદને જેવી રીતે વિકસાવવામાં આવી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. પરંતુ ઉપભોગ-પરિભોગની સીમા રૂપી વ્રતથી આ સમસ્યાને બચાવી શકાય છે.
આજે ભારત દેશમાં મોંઘવારી' નામની અતિઝેરીલી નાગણ ફૂંફાડા મારી રહી છે. બાંધી આવક ધરાવતા મધ્યમ વર્ગ માટે બે છેડા કેવી રીતે ભેગા કરવા તેની ગંભીર સમસ્યા પેદા થઈ ગઈ છે. અર્થશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, તાજેતરમાં ભારતમાં જે ફુગાવો વધી રહ્યો છે, તેનું કારણ ઘટી રહેલું ઉત્પાદન નથી પણ ચીજવસ્તુઓની વધી રહેલી માંગ છે.
હકીકતમાં તો વૈશ્વિકરણના ઓઠા નીચે ભૌગોલિક પરિસ્થિતિ, હવામાન અને સાંસ્કૃતિક