________________
નંદીષેણ મુનિ ઢાલ-૫૫ નંદણ વેશાઘરિ રહ્યું, દસ બુઝવઈ પણિ સંયમ ગયું
સીલવરત તેણઈ આદર્યું, તો તસ મુનીવર નાંમ જ ધર્યું //૪// મહાન ગણાતા લોકો પણ આ બ્રહ્મચર્ય વ્રત ચૂકીને પરનારીમાં તથા વિષય વાસનામાં અટવાઈ જાય છે અને સંસાર વધારે છે. તે વાત ઉપરોક્ત કડીમાં કવિએ “નંદીષેણ મુનિ'ના દષ્ટાંતના આધારે આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના પુત્ર નંદીષણને એક દિવસ મહાવીરની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા આપવા પ્રભુને વિનંતી કરી. ત્યારે ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું કે, હજુ તારે સંસારના ભોગ ભોગવવા બાકી છે પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી, છઠ્ઠને પારણે આયંબિલ એવા તપ આરંભ્યા. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું. છતાં માંકડા જેવું તેમનું મન વિકારી વિચારો છોડી ન શક્યું. તેઓ એક દિવસ ગોચરી માટે વેશ્યાના આવાસે જઈ ચડ્યા. ધર્મલાભ બોલી ઊભા રહ્યા. ત્યારે વેશ્યાએ જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ. નંદીષણને પણ આ મહેણું લાગ્યું. ‘લે તારે અર્થલાભ જોઈએ છે ને', એમ કહી એક તરણું હાથથી હલાવી સાડીબાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી. આવી વિદ્યાવાળા જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા. મુનિ સાધુતા છોડી ગૃહસ્થ બની ગયા. બાર વર્ષ વેશ્યાને ઘેર રહ્યા, પણ દરરોજ દશ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી દશ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ કર્યો. એક દિવસ નવ જણ પ્રતિબોધ્યા પણ દશમો જણ કોઈ ન મળ્યો. જમવાનું મોડું થતું હતું. એક મૂરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી, પણ તે ન બુઝાયો. આથી વેશ્યાએ હસતાં હસતાં કહ્યું, ‘નવ તો થયા, દશમા તમે અને નંદીષણનો આત્મા પ્રલિત થઈ ગયો. હા દશમો હું. બધું છોડી ભગવાન પાસે આવી ફરી દીક્ષા ગ્રહણ કરી, ચોખ્ખું ચારિત્ર પાળી, તપ જપ સંયમ કરી દેવલોકે ગયા. આવી રીતે ફરીથી શીલવ્રતને પાળી પોતાનું જીવન સુધાર્યું.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ.....
.......... પૃ. ૧૭ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ – અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ ..................... પૃ. ૧૦૨
સિંહ મુનિ ઢાલ-૫૫ ચોમાસી તપ કેરો ઘણી, પણિ સહુ ઈ નાખ્યું અવગુણી /
સીલ ખંડવા કેડિ થયું, કોશામંદિરિ ચાલી ગયું // ૫ // રત્નકાય ભગાડ્યું જેહ, ભમી ભમી નિં આવ્યું તેહ / પ્રતિબોયુ નિ મુનિવર ગયુ, સીલ ચહ્યું તો દયને ધ્યન થયુ // ૬ //