________________
તેને તેઈન્દ્રિય કહેવાય. જેમ કે જૂ, લીખ, ચાંચડ, માંકડ વગેરે.
:
૪૨) ચૌરેન્દ્રિય જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘ્રાણેન્દ્રિય (નાક) અને ચક્ષુરિન્દ્રિય (આંખ) હોય તેને ચૌરેન્દ્રિય કહેવાય. જેમ કે માખી, મચ્છર, ભમરા વગેરે. ૪૩) પંચેન્દ્રિય :- જેને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય (કાન) હોય તેને પંચેન્દ્રિય કહેવાય. તેના ચાર ભેદ છે. ૧ નારકી, ૨ તિર્યંચ, ૩) મનુષ્ય અને ૪) દેવ.
૪૪) સમુર્ચ્છિમ મનુષ્ય :- જે પંચેન્દ્રિય મનુષ્ય ૧) માતા પિતાના સંયોગ વિના, ૨) એકસો એક મનુષ્યના ક્ષેત્રમાં સંજ્ઞી મનુષ્યની શરીરની ચૌદ પ્રકારની અશુચિમાં, ૩) પોતાની મેળે ઉત્પન્ન થઈ જાય તેને સંમૂરિઈમ મનુષ્ય કહે છે. સંમૂર્ચ્છિમ મનુષ્ય મન વિનાના હોય છે.
૪૫) ક્ષાયિક સમકિત :- જેમાં મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ જેમ કે પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, સમ્યક્ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો સંપૂર્ણ ક્ષય થાય, તે ક્ષાયિક સમકિત કહેવાય છે.
૪૬) આકંખા :- (આકાંક્ષા) એટલે ઈચ્છા. અન્ય મતોના આડંબર દેખી તેની ઈચ્છા કરવી. ધર્મના ફળરૂપે આલોકના કે પરલોકના સુખની ઈચ્છા રાખવી. ૪૭) વિતિગિચ્છા :
(વિચિકિત્સા) એટલે સંશય. ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે કે
ધર્મનું ફળ હશે કે નહિ? વર્તમાને તો કાંઈ ફળ દેખાતું નથી.
૪૮) કષાય :- આત્માના આંતરિક કલુષ પરિણામોને કષાય કહેવાય છે. કષ (સંસાર) + આય (લાભ) જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય કહેવાય. મુખ્ય ચાર કષાયો છે, ક્રોધ, માન, માયા અને લોભ.
૪૯) પ્રતિલેખન :- વસ્ત્ર આદિ ઉપયોગમાં આવનાર બધા ઉપકરણોમાં કોઈ જીવ છે કે નહિ તેનું નિરીક્ષણ કરવું તે પ્રતિલેખન છે.
૫૦) પ્રમાર્જન કોમલ જીવ આદિ દેખાય તો તેને જતનાપૂર્વક હળવા હાથે પૂંજણી કે રજોહરણથી સુરક્ષિત સ્થાને મૂકવું તે પ્રમાર્જન છે.
૫૧) પ્રહર :- એટલે દિવસ કે રાત્રિનો ચોથો ભાગ. (અંદાજે પોણા ત્રણથી ત્રણ કલાક). ૫૨) લબ્ધિ :- વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિ. જ્ઞાન આદિ શક્તિ વિશેષને લબ્ધિ કહે છે.
:
૫૩) ચરણ સિતેરી :- પ્રતિદિન નિરંતર જેનું આચરણ કરાય તે ચરણ છે. તેના ૭૦ ભેદ છે. પાંચ મહાવ્રત, ક્ષમા આદિ દશ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ, રત્નત્રયની આરાધના, બાર પ્રકારનું તપ, ચાર કષાયનો નિગ્રહ. આ ૭૦ ભેદના આચરણને ચરણ સિતેરી કહે છે.
૫૪) કરણ સિતેરી :- વિશેષ પ્રયોજન હોય ત્યારે જેનું આચરણ કરાય તે કરણ છે. તેના ૭૦ ભેદ છે. અશન આદિ ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાર ભાવના, બાર
>
૫૫