________________
ઢાલા ૫૦ | ચોપાઈ ||. વ્રત બીજઈ મરિષા પરિહરો, પંચ ઉઠાંની અગડ જ કરો / કન્યાલી ભોમાલી ગાય, જઠું બોલિં દૂર્ગતિ જય //ર ૬ // થાંપણિ મોસો કુડી સાખ્ય, અલીએ વચન મુખ્યથી મમ ભાખ્ય / કુડુ બોલિ સુખ કિમ હોય, જુઠઈ જઈ નવિ પાંમઈ કોય //ર૭ // જુઠું બોલતાં જાઈ લાજ, જઠું બોલતાં વણસઈ કાજ | જુઠું બોલતાં મુખ થાય, જુઠું બોલતાં દૂરગતિ જય //ર૮ // જઠું બોલતાં ચ્યોહો ગતિ ભમઇ, દૂરગતિ નારી સાથિં રમઈ / કાલ અનંતો એણી પરિ ગમઇ, પોતાના પ્રાણિં નિ દમઈ //ર૯// મૃષાતણું છઈ મોટું પાપ, ફોકટ આપ કરઈ સંતાપ / દાન સીલ તપસ્યુ જગી જપ, મૃણા ન ખંડમાં મુખ્યથી આપ //૩૦ // કૃપા થકી મુખ્ય થાઈ રોગ, દૂલહો અંદ્રીનો સંયોગ / ઉલો ટુટો નિ પાંગલો, કૃપા થકી થાઈ આંધલો //૩૧ // સતવાદીનું લીજઇ નાંખ, કાલિકાચારય ગુણ અભીરાંમ / Úધ વચન ભુપતિંનિ કહઈ, જિગનતનું ફલ નર્ગ જ કહઈ //૩૨// સતિ સીતા સતિં રામ, રાય યુધીષ્ટ રાખ્યું નાંમ / પરશાનમાં હરીચંદ શ્ય, તે તો તહનિં બોલિ રહ્યુ //૩૩ // ડુબ ધરિ તેણઈ આપ્યું નીર, વચન થકી નવી ચુકો ધીર / તો તેહની કીર્તિ વીસ્તરી, મુઓ નહી નર જીવ્યો ફરી ૩૪ // શઈ શાશનિ સેઠિ બંગાલ, તેહનો પૂત્ર જે સેઠિ સગાલ / તસ ધણ ચંગોમતી નાય, સતવાદી જગિ દોય વીચાર્ય //૩૫// તે બેહની તુમ્હ સુણજ્ય વાત, પૂત્ર તણો તેણઈ કીધો ઘાત / વચન થકી પણિ તે નવી ચલ્યા, નરનારી બઈ બોલિં પલ્યા //૩૬ // ઊત્તમ નરની એહેવી વાચ નો હઇ જઠી હોઈ સાચ / ભાતિ પટોલઈ લુઢઇ લીહ, વચન થકી નવિ ચુકઇ સીહ //૩૭ // નીસરિઆ ગજ કેરા દંત, તે કિમ પાછા પઇસઈ તંત / સીહતણી જી એક જ ફાલ, પાછો વેગિ વલઇ તતકાલ //૩૮ // કુપરજ નરની વાચા અસી, જિમ પાણીમાંહા લીટી ધસી / અથવા કાચબ કેરી કોટ, ખૂણહાં કેતી દેતો ડોટ //૩૯ //