________________
રાસ’ રસપ્રદ અને આકર્ષક હોવો જોઈએ. અંતે ખંભાતનું સુંદર વર્ણન કરી તે સમયના ખંભાતની ઐતિહાસિક અને સામાજિક પરિસ્થિતીની માહિતી આપી છે. ૧૯. હીરવિજયસૂરિ રાસ - સંવત ૧૬૮૫ – ખંભાત.
હીરવિજયસૂરિ રાસ – સં. ૧૯૭ર માં આનંદ કાવ્ય મ.સૌ. ૫માં (પૃ. ૧ થી ૩૨૪) પ્રસિદ્ધ થયો છે.
આદિ – આ રાસનો પ્રારંભ સરસ્વતી સ્તુતિથી કરવામાં આવે છે. અંત - તેની અંત પ્રશસ્તિમાં કવિ જણાવે છે કે,
પૂરવે દેવવિમળ પંન્યાસ, શોળ સરગ તેને કીધા ખાસ. મેં કીધો તે જોઈ રાસ, બીજા શાસ્ત્રનો કરી અભ્યાસ.
મોટાં વચનસૂણી ને વાત, તે જોડી આપ્યો અવદાત. આમ તેમની પહેલાં દેવવિમળ પંન્યાસ નામના કોઈ કવિએ હીરવિજયસૂરિ ઉપર સોળ સર્ગનો એક રાસ રચેલો જેના આધારે ઋષભદાસે પોતાનો આ હીરવિજયસૂરિ રાસ રચ્યો છે.
રાસના નામ પ્રમાણે આ રાસમાં અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિનું વાસ્તવિક જીવનચરિત્ર વિસ્તારથી આલેખેલું છે.
કવિએ રચેલા ૩૪ રાસાઓમાંથી આ એક નોંધપાત્ર રાસકૃતિ છે. મુખ્યત્વે દુહા, ચોપાઈ, છંદ તેમ જ વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૧૦ ઢાળની ૩૧૩૪ કડીની દીર્ઘ રચના છે. ઋષભદાસ એક તો કવિ છે અને વળી જગદ્ ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ અને તેમની પ્રાણવાન પરંપરાના પરમ ભક્ત છે. પોતાના સમગ્ર જીવનના ઉત્થાનમાં આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજની કૃપા ગણે છે. તેઓ પ્રત્યેની ગુરુભક્તિ તેમના હૃદયમાં છલકાય છે. તેથી જ આ રાસની પંકિતએ પંકિતએ ભક્તિરસ કરે છે. શ્રી હીરવિજયસૂરિના જન્મથી લઈને નિર્વાણ પામ્યા ત્યાં સુધીના એમના મહત્ત્વના જીવન પ્રસંગોને આલેખતું ચરિત્ર આ કૃતિમાં આલેખાયું છે.
અકબર બાદશાહને ધર્મચર્ચા દ્વારા પ્રતિબોધ પમાડવો, અમારિ પ્રવર્તનના તથા જજિયાવેરો અને શંત્રુજ્ય યાત્રા વેરો નાબૂદીના વિવિધ ફરમાનો બાદશાહ પાસેથી મંજૂર કરાવવા વગેરે ઐતિહાસિક ઘટનાનું આલેખન થયું છે. મુસલમાન સુલતાનોને અહિંસા પ્રેમી બનાવવા તેમની સાથે ધર્મચર્ચા, વાદવિવાદને નિમિત્તે જૈનદર્શનનું નિરુપણ થયું છે તેમાં કવિનું તવિષયક પાંડિત્ય પણ જોવા મળે છે. રાસને રસમય બનાવવા માટે આડકથાઓનો સહારો પણ લીધો છે.
આ ઉપરાંત આ રાસમાં ‘પાલણપુરનું વર્ણન”, “ઓહડરોહડની કથા', ‘બાલ હીરનું સુંદર શબ્દ ચિત્ર', “અકબર બાદશાહની સોળસો રાણીઓનું શૃંગાર વર્ણન', 'વિધવા દુ:ખનું સચોટ આલેખન', હાસ્યરસ, બીભત્સ રસ, કવિના સંગીત શાસ્ત્રના જ્ઞાનનો ખ્યાલ આપતાં છ રાગ અને છત્રીસ રાગિણી, શત્રુંજ્ય નદીના કિનારાના વનનું વર્ણન, તોફાને ચઢેલા સાગરનું હૂબહુ વર્ણન, હીરવિજયસૂરિની પાલખી આદિનું વર્ણન હૃદયદ્રાવક વિજયસેનસૂરિનો કરુણ વિલાપ અને પાસના અંતે આવતું કવિના સમયનું સમૃદ્ધ ખંભાતનું વર્ણન આદિ કવિના કાવ્યશક્તિ, વર્ણનશક્તિ,
છે.
છે