SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (ગ) જૈન તત્ત્વદર્શન જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે. ભૂગોળ બદલાય તેમ જ ખગોળ પણ બદલાય છે. આ બધાની વચ્ચે ન બદલાય એવી એક વસ્તુ છે અને તે છે ધર્મ. ધર્મ એટલે પદાર્થનો-વસ્તુનો સ્વભાવ, દરેક પદાર્થનો સહગુણ. ધર્મની બીજી પણ એક વ્યાખ્યા છે. ધર્મ એટલે કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, અઢી હજાર વર્ષ પહેલાં કે બસો-પાંચસો વર્ષ પહેલાં અહિંસા, સત્ય, પ્રેમ, સંયમ અને નમ્રતા જેવાં જીવનમૂલ્યોની જેટલી મહત્તા કે સત્યતા હતી એટલી જ આજે છે અને પછી પણ રહેશે. જૈન પરંપરાનું ધર્મદર્શન તથા ધર્મ-જીવન પોતાની આગવી ભાત ધરાવે છે. તત્ત્વચર્ચામાં તે અનેકાંતની ઉદાર દષ્ટિ અપનાવે છે. તો જીવનચર્યામાં એ આંતર-બાહ્ય શુદ્ધિનો દઢ આગ્રહ રાખે છે. કોઈ પણ કથનમાં અને કોઈના પણ કથનમાં રહેલા સત્યાંશોને સ્વીકારવાની હિંમત અનેકાંત દષ્ટિમાં છે. એવી જ રીતે માનવ કર્તવ્યની, જીવનવિકાસની અને મુક્તિ સાધનાની વિવિધ ભૂમિકાએ ઊભેલી વ્યક્તિઓ માટે તેમની ભૂમિકાને સુસંગત આદર્શો અને તેના સાધક ઉપાયોનું વિગત વાર તથા વ્યવહારુ આયોજન પણ આ ધર્મ પરંપરા પાસે છે. જૈનદર્શનની તત્ત્વધારાનો આરંભ ગણધર ભગવંતોના પ્રશ્ન “મમવંત જિં તત્તમ્'થી થાય છે. તીર્થકર ભગવંતો તેના જવાબ રૂપે “ઉપૂટ્ટ વા, વિરમે વા, ધુવે વા' આ ત્રિપદીની પ્રરૂપણા કરે છે. જેના દ્વારા સાપેક્ષ રીતે તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે. આ ઉત્પાદ-વ્યયાત્મક અને ધ્રૌવ્યાત્મકનો સિદ્ધાંત પ્રત્યેક પદાર્થ, પ્રાણી અને પરિસ્થિતિ સાથે સાપેક્ષ રીતે સંકળાયેલો છે. આ સૂચક ત્રિપદી દ્વારા જૈનદર્શનના શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્રોમાં જે બાબતોનું વર્ણન આવે છે તે કાં તો પદાર્થ વિષયક, ખગોળ-ભૂગોળ આદિની ગણતરીનું તેમ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના આચાર, ક્રિયા, હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક વગેરે વિષયક છે. અથવા ધર્મકથા વિષયક છે. ‘તત્ત્વજ્ઞાન’ એ તો જૈનદર્શનનો મેરુદંડ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ નવ પદાર્થોને જૈનદર્શનમાં અતિ મહત્ત્વપૂર્ણ તત્ત્વ તરીકે નિરૂપિત કરવામાં આવેલ છે. જીવ ચૈતન્ય સ્વરૂપે છે. જડરૂપ અજીવ કર્મના સંયોગે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આશ્રવ, સંવર અને નિર્જરા આ ત્રણ તત્ત્વોના વર્ણનમાં જૈનદર્શનમાં માન્ય આચારસંહિતા દર્શાવેલી છે. પુણ્ય અને પાપ આ બંને તત્ત્વો કર્મ પ્રકૃતિના વિવરણ સ્વરૂપ છે. બંધ તત્ત્વથી જીવનો કર્મ સાથેનો સંબંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ એવાં ચાર પારિભાષિક વિભાગો દ્વારા સૂચવ્યો છે. મોક્ષ એ જીવનું અંતિમ લક્ષ્ય છે. જે સર્વ ભારતીય આર્યદર્શનોનું પણ અંતિમ ધ્યેય છે. મધ્યકાલીન જૈન સાહિત્યનો સુવર્ણકાળ એટલે ૧૬/૧૭ સદીનો સમયગાળો. આ કાળના મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગની ધારા અખ્ખલિતપણે વહી. તેમાં જ્ઞાનમાર્ગ અતિ કઠિન કહેવાય, જ્યારે ભક્તિમાર્ગ સર્વ સાધારણ જનતા સુધી પહોંચ્યો છે. જૈનદર્શનમાં
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy