________________
પાંચ અતિચારનું આલેખન કર્યું છે.
૧૨) અતિથિ સંવિભાગ વ્રત :- આ વ્રતમાં મુનિવરોને દાન આપવું. સુપાત્ર દાન આપવાથી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય અને કર્મ નાશ પામે છે. આ વાતનું આલેખન કરી સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાની વૈયાવચ્ચ કરવી, સાધર્મિકને મદદ કરવી વગેરે ઉપદેશ આપી પાંચ અતિચારનું આલેખન કરી તેને ત્યજવાનો બોધ આપ્યો છે.
અંતમાં કવિ (કર્તા) પોતાની નમ્રતા બતાવતાં કહે છે કે, મારી મતિ પ્રમાણે મેં આ રાસ રચ્યો છે. એમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરજે અને પછી પોતાના ગચ્છની, ગુરુ પરંપરા, રચના સ્થળ, સમય તથા સંસારી કુટુંબ-પરિવાર વગેરેનો પરિચય આપે છે.
આમ પ્રસ્તુત કૃતિનું અવલોકન કરતાં જણાય છે કે આ કૃતિનો મુખ્ય વિષય જૈન શ્રાવકશ્રાવિકાએ પાલન કરવા લાયક બાર વ્રતોનું સ્વરૂપ દર્શન છે. સમ્યકત્ત્વ અને બાર વ્રતો તે જ શ્રાવકધર્મ અને પ્રત્યેક જૈનધર્મી ગૃહસ્થ આ શ્રાવકધર્મનું ગ્રહણ અને આચરણ કરવું જ જોઈએ, એવો બોધ આપવાનો કર્તાનો પ્રધાન આશય છે.
આ રાસનો આંતરિક પરિચય મેળવવા માટે આપણે દરેક ઢાલનો કડી પ્રમાણે શબ્દાનુવાદ તથા અથનુવાદ જોઈએ.
| દૂહા || પાસ જિનેસ્વર પૂજીઇ, ધ્યાઈઇ તે જિનધર્મ /. નવપદ ધરિ આરાધીઇ, તો કીજઈ સુભ કર્મ /૧ // દેવ અરીહંત નમું સદા, સીદ્ધ નમુ ત્રણી કાલ / શ્રી આચાર્ય તુઝ નમું, શાશનનો ભુપાલ //ર // પૂણ્યપદવી વિઝાયની, સોય નમુ નસદીસો / સાદ્ધ સોનિ નીત નમું, ધર્મ વિસાયાંહાવીસ //૩ // ક્રોધ માંન માયા નહી, લોભ નહી લવલેસ | વીષઈ વીષથી વેગલા, ભવીજન દઈ ઉપદેસ //૪ // ઉપદેશિ જન સંજવઈ, મહીમા સરસતિ દેવ / તેણઈ કાર્યુ તુઝનિં નમું, સાર્દ સારૂ સેવ //૫ // સમર સરસતિ ભગવતી, સમસ્યા કરજે સાર / હું મુખ હતી કે લવું તે તારો આધાર //૬ // પીગલ ભેદ ન ઓલખું, વિગતિં નહી વ્યાકર્ણ / મુખ મંડણ માનવી, હુ એવુ તુઝ ચર્ણ //૭//