________________
ઢાલ ।। (૫૬) ચોપાઈ ।।
શીલવંતનું લીજઇ નામ, તો મનવંછીત સીઝઇ કામ | સીલવંતના પૂજો પાય, રીધ્ય શ્રીધ્ય સુખશાતા થાય ॥૨૫॥
સીલ તણો જંગી મહીમા ઘણો, જંગ સઘલો થાઈ આપણો । સુર નર કીનર દાનવ દેવ, સીલવંતની સારઈ સેવ ।।૨૬।।
સીલવંત સંગ્રાંમિ ચડઇ, તે કોણ નર જે સાહામો ભડઇ ।। નાવઈ સુરો સાહામો ધસ્યો, સીલવંતનો મહીમા અસ્યુ ।।૨૭।।
સીલવંતના પગનું નીર, તેણઇ લેઈ છાટો આપ શરીર । સકલ રોગનો ખઈ જિમ થાય, કાષ્ટ કોઢ કલી નાહાઠો જાય ।।૨૮।।
સતી સુભદ્રાની સુણિ વાત, જેહ નો જગ જાણઇ અવદાત | કુપિ ચાલણિ તાંતણિ તોલિ, કાઢી નીર ઊઘાડી પોલિ ।।૨૯।।
સતી વાલા આગઇ હવી, રામચંદ્ર મુખ્ય તેહનિ સ્તવી । સીલવતી તુ માહારી માત, આ ઊઠાડો વેગિં ભ્રાત ।।૩૦।।
તવ સતી ઈં સિર હથ જ ધર્યું, પડ્યુ પૂર્ખ તે ચેતન કર્યુ । ઉઠ્યું લખમણ હરખિ હસ્યુ, સીલ તણો જંગી મહીમા અસ્યુ ।।૩૧।।
નારદ વેઢી લગાવઇ ઘણી, એ પરગતિ છઇ આતમતણી । તોહઇ મોષ્ય ગયુ તસ ગણો, જોયુ મહીમા સીઅલ જ તણો ।।૩૨।।
સીલિ રહી અંજના સુંદરી, તો વન દેવિં રમ્યા કરી । સીહતણું ચૂંકટ તસ ટહ્યુ, વન સુકુ તે વેગિ ફલ્યુ ।।૩૩।। કલાવતીનું સીઅલ જ જોય, ભુજા ડંડ પાંમી જગી દોય । નદીપૂર તે પાછુ લ્યુ, સીલસીરોમણિ પર્ગટ ફ્લ્યુ ।।૩૪ || રામચંદ્ર ધરિ સીતા જેહ, અગ્યન કુંડમ્હા પઇઠી તેહ । વસ્યવાનર ફીટી જલ થયું, જનક સુતાનું નાંમ જ રહ્યુ ।।૩૫ ||
કમલ એક પ્રગટ્યું કહઇ કવી, તે ઊપરિ બઇી સાધવી । લવ નિ કુશવ ખોલઇ વલી દોય, સીલવંતી ગિ વંદો સોય ।।૩૬।।
વંકચુલ નિ મોટો ચોર, વ્રત ચોથુ તેણઇ લીધુ ઘોર । કાર્ણ પણઇ તેણઇ રાખ્યુ સીલ, રાજરીધ્ય બહુ પાંમ્યુ લીલ ।।૩૭||
= 475