SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ વિજય ક્ષત્રિય નામના રાજાની મૃગાદેવી નામે રાણી હતી, તેમની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તે ઈન્દ્રિય વગરનો માંસના લોચા જેવા હતો. પગ, હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો. જન્મથી નપુંસક, બધિર અને મૂંગો હતો. દુરસ્ક વેદના ભોગવતો હતો. મુખ ન હોવાથી આહાર રોમ વડે અંદર જઈ પરૂ અને રૂધિર વાટે પાછો બહાર નીકળતાં ભયંકર દુર્ગધ ઉત્પન્ન થતી હોવાને લીધે તેની કાયામાંથી અતિશય દુર્ગધ આવતી હતી. આ પ્રમાણે પૂર્વનાં કર્મ થકી આવી અશુભ ગતિ પ્રાપ્ત થઈ હતી. નરક જેવું દુ:ખ ભોગવવું પડ્યું હતું. આ કથા વાંચીને સહુ ચરાચર જીવોની હિંસા કરવાથી દૂર રહે અને સતત જીવદયા-અહિંસા ધર્મના આચરણમય બને. : સંદર્ભસૂચિ : જૈન શાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ ....... ................... પૃ. ૨૨૬ શ્રી વિપાક સૂત્ર - પ્રથમ શ્રુતસ્કંધ (દુઃખવિપાક) – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .................. પૃ. ૧ કાલકાચાર્ય ઢાલ-૫૦ સતવાદીનું લીજઇ નાંમ, કાલિકાચારય ગુણ અભીરાંમ /. સુધ વચન ભુપતિનં કહઈ, જિગનતાણુ ફલ નર્ગ જ કહઈ // ૩ર // ઉપરોક્ત કડીમાં કવિ સત્યવચનનો મહિમા સત્યવાદી ‘કાલકાચાર્ય' દષ્ટાંત કથાનકનો આધાર લઈને દર્શાવે છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. તુરિમણ નગરીમાં કાલક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની બહેનનું નામ ભદ્રા હતું અને ભદ્રાને એક પુત્ર હતો, તેનું નામ દત્ત હતું. કાલકે દીક્ષા લીધી. દત્ત મહા ઉદ્ધત હતો અને સાતે વ્યસનમાં પારંગત હતો. અનુક્રમે જિતશત્રુ રાજા પાસેથી તેણે રાજ્ય પડાવી લીધું અને તેનો માલિક થઈ બેઠો. પછી તેણે યજ્ઞ શરૂ કર્યો જેમાં અનેક જીવોનો સંહાર થવા લાગ્યો. એકદા કાલકાચાર્ય ફરતા ફરતા ત્યાં આવ્યા અને દત્તે તેમને યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે કાલભાચાર્ય સત્યવચન બોલ્યા અને કહ્યું કે, “આવા હિંસામય યજ્ઞ કરવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે.” ત્યારે દત્તે તેનું પ્રમાણ માગ્યું, એના જવાબમાં આચાર્યે જણાવ્યું કે, “આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે, એ તેનું પ્રમાણ છે.” આચાર્યની આ વાણી સાચી પડી અને મરીને તે સાતમી નરકે ગયો. રાજાથી ગભરાયા વગર કાલકાચાર્ય સત્યવચન બોલ્યા. આમ જે સત્યવાદી હોય તેમનું વચન મિથ્યા થતું નથી. : સંદર્ભસૂચિ : શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક - વિજયદેવ સૂર સંધ ..... •..... પૃ. ૨૪૨
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy