________________
હરિશ્ચંદ્ર ઢાલ-૫) સતિ સીતા સતિ રામ, રાયે યુધીષ્ટ રાખ્યું નાંમ /
પરશાનમાંહા હરીચંદ કહ્યું, તે તો તહનિં બોલિ રહ્યુ // ૩૩ // ડુબ ધરિં તેણઈ આવ્યું નીર, વચન થકી નવી ચુકો ધીર /
તો તેહની કીર્તિ વીસ્તરી, મુઓ નહી નર જીવ્યો ફરી // ૩૪ // ઉપરોક્ત કડીઓમાં કવિએ સત્ય વચનનું અડગ પાલન કરનાર પરશાસનમાં આપેલ “રાજા હરિશ્ચંદ્રના દષ્ટાંત વડે સત્યનો મહિમા દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
હરિશ્ચંદ્ર રાજા જ્યારે ઘુતમાં પોતાનું રાજ્ય રિદ્ધિ સર્વ હારી જાય છે ત્યારે સર્વનો ત્યાગ કરી રાણી તારામતી અને પુત્ર રોહિત સાથે નીકળી પડે છે. પોતાનું ગુજરાન ચલાવવા મજૂરી કરે છે. તારામતી એક બ્રાહ્મણને ત્યાં કામ કરે છે અને હરિશ્ચંદ્ર ચાંડાલને ઘરે કામ કરે છે તારામતી અડધી ભૂખી રહીને પોતાના પુત્ર રોહિતને ખવડાવે છે. રોહિત પણ ફળ-ફૂલ લેવા જંગલમાં જાય છે અને માતાને મદદ કરે છે.
એકવાર કુમાર વૃક્ષ ઉપર ફળ તોડતો હોય છે ત્યારે તેને સર્પ કરડે છે. છોકરાઓ સંદેશો આપે છે કે, રોહિતને સર્પડૅશ થયો છે. જંગલમાં આવી તારામતી રોહિતને મૃત જુએ છે. એટલે મડદું લઈને સ્મશાને આવે છે. ત્યારે સ્મશાન ઉપર હરિશ્ચંદ્ર પહેરો ભરે છે. ત્યાં એને રાજા કહે છે, પહેલા કર ભર પછી મૃતદેહને બાળજે. વીજળીનો ઝબકારો થતાં રાજા રાણીને ઓળખી જાય છે. તારામતી પણ રાજાને ઓળખી જાય છે અને કહે છે, “રાજન! આ આપનો જ પુત્ર છે. આપને જ આ કાર્ય કરવાની ફરજ છે.” ત્યારે હરિશ્ચંદ્ર કહે છે કે, “હું પહેલા કર્તવ્ય પછી લાગણીને સ્થાન આપું છું. અત્યારે હું જે નોકરી પર છું તે મને આમ કરવા ફરજ પાડે છે. માટે પહેલા કર લાવ પછી બાળવાની રજા આપીશ.”
આમ હરિશ્ચંદ્ર પોતાના સત્ય વચનને વળગી રહ્યા ત્યારે સતિયાનું સત્ રાખવા આકાશમાંથી દેવોએ વૃષ્ટિ કરી અને છોકરા પણ બેઠો થઈ ગયો.
: સંદર્ભસૂચિ : શ્રી નિષેધકુમાર ચરિત્ર – પ્રકાશક – સાંકળીબેન કપુરચંદ ગાંધી
.................. ૮૨
મંડુક ચોર ' ઢાલ-૫૨ મંડક ચોર ચોરી કરઇ, પરધન લઈ વલી તેહ રે /
મુલદેવિ તસ મારીઓ, અતિ દુખ પાંમિઓ એહ રે // ૬0 // યોગશાસ્ત્રમાં આપેલ મંડુક ચોરના દષ્ટાંત કથાનકને આધારે કવિએ ચોરી કરવાથી તેમ જ બીજાનું ધન લઈ લેવાથી ઘણું જ દુઃખ ભોગવવું પડે છે, એ વાત ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
બેન્નાતટ નામના નગરમાં મૂલદેવ રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં ચોરનો એટલો